ब्रेकिंग न्यूज़

Gujarat News : પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ.

ગાયત્રી મહાયજ્ઞ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું..

रिपोर्टर परमार कनकसिंह प्राची गुजरात

પ્રાચી તીર્થના કોળી સમાજ ભવન ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઈ ચુડાસમા સેવા સમિતિ પ્રાચી તીર્થ દ્વારા ગુરુપૂર્ણિમા પાવન પર્વે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગાયત્રી મહાયજ્ઞ, દીક્ષા સંસ્કાર, ગુરુ પૂજન, આહુતિ સહિત નો કાર્યક્રમ યોજાયો હતો ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન અને ૫ત્રકાર જાદવભાઈ ચુડાસમાએ ઉદબોધન કરી ગાયત્રી પરિવારના સંસ્થાપક સંરક્ષક સદગુરુ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત રામ શર્મા આચાર્યજી ના જીવન સંદેશ ગુરુ મતલબ ગુ મતલબ અંધકાર રૂ મતલબ પ્રકાશ એટલે ગુરુ ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે

ગુરુ પોતાના તપ નો એક અંશ શિષ્યના વિકાસ માટે સમર્પિત કરે છે જે સદગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પાવન પર્વ એટલે ગુરુપૂર્ણિમા વિશ્વના કલ્યાણ અર્થે માનવમાં દેવત્વના ઉદય માટે ધરતી ઉપર સ્વર્ગના અવતરણ માટે સૌને સદબુદ્ધિ પ્રાપ્ત થાય હેતુથી ગાયત્રી મંત્રની આહુતિ આપી પ્રાર્થના કરવામાં આવી હતી સાથે સાથે ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેમાં ગાયત્રી પરિજનો તથા ધર્મ પ્રેમી ભાઈ બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લઈ અને સદગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી પાવન પર્વની ભાવભરી ઉજવણી કરી હતી.

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button