ब्रेकिंग न्यूज़

Gujarat News : ઓગડ તાલુકામાં ગુરૂપુર્ણિમા ના પાવન અવસરે હર્ષોલ્લાસ ભેર ગુરૂ વંદના કરાઈ.

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात

સમગ્ર ભારતવર્ષમાં આજે ગુરૂ પુર્ણિમાના પાવન દિવસની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે.આજના દિવસ ને વ્યાસ પુર્ણિમાના દિવસ તરીકે મનાય છે.ત્યારે આજે અષાઢસુદ-૧૫ ને બુધવાર તા.૨૯/૭/૨૦૨૬ ના રોજ સવારે ઓગડ તાલુકા ના મુખ્ય મથક થરામાં આવેલ શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદીર ઉપરાંત શ્રી સોનગઢા ગોગા મહારાજ મંદિર ઉણ, સંતશ્રી સદરામ આશ્રમ ટોટાણા,સંતશ્રી સોહમઆશ્રમ રાજપુર માં દર વર્ષની જેમ આજે પણ હર્ષોલ્લાસભેર ગુરૂ પુર્ણિમાની ઉજવણી કરાઈ હતી.ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે ભારત ભરમાંથી હજારો પરિવાર દર્શનાર્થે પધાર્યા હતા.

બ્રહ્મલીનbમહંતશ્રી શિવપુરીબાપુની સમાધિસ્થાને શાસ્ત્રી નરેશભાઈ જોષી (થરેચા) ના મુખારવિંદે શાસ્ત્રોકત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુના વરદ હસ્તે ગુરૂપુજન,આરતી-પૂજન,ફુલહારથાળ ધરાવી વગેરે ધામ ધુમપુર્વક કરી ગુરૂજનોના આશિર્વચન મેળવી અને ૠણ અદા કરી નત મસ્તક નમન કરી વિશ્વના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી.સમસ્ત માઁ શક્તિધામ સરવાલ ધ્રાંગીયા પરિવાર ગુજરાત વતી સ્વ. બાલુબેન ધારાભાઈ ધ્રાંગીયા હેબતપુરા તરફથી આજના પ્રસંગે બંને ટાઈમ ભોજન પ્રસાદ આપવામાં આવેલ.

પધારેલ સમસ્ત ભાવિક ભક્તોને પરમ પૂજ્ય મહંતશ્રી ૧૦૦૮ ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુ, સંતશ્રી કેદારપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપૂરીજીબાપુ, સંતશ્રી કાર્તિકપુરીજી ગુરૂશ્રી શિવપૂરીજીબાપુ, સંતશ્રી ભરતપુરીબાપુ ગુરૂશ્રી ઘનશ્યામપુરીજીબાપુ, રોહિતપુરી ગુરૂશ્રી કાર્તિકપુરીજીબાપુ, પ્રતાપપુરીબાપુ ગુરૂશ્રી કેદારપુરીજીબાપુ,રણછોડપુરી ગુરૂશ્રી ભરતપુરીબાપુ, રતનપુરી ગુરૂશ્રી કેદારપુરીબાપુ એ સ્વ.બેચરબાપા ગમારા પરિવાર અમદાવાદ, નિરંજનભાઈ ઠક્કર,શિક્ષક હેંગાભાઈ ભરવાડ,ભલાભાઈ ભરવાડ,સહીત દરેક ભરવાડ સમાજ તેમજ સંતશ્રી સોહમ આશ્રમ રાજપુરના સંતશ્રી સોહમરામબાપુએ દરેક ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા.દર્શન કરી અને ભોજન પ્રસાદ લઈ સૌએ ધન્યતાં અનુભવી હતી.

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button