ब्रेकिंग न्यूज़

Gujarat News : થરા ખાતે જુનાગંજમાં “મન કી બાત”ના કાર્યક્મમાં પાલનપુર ના પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા..

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા જુનાગામ તળમાં જાગોસર તળાવની બાજુમાં આવેલ કમિટી હોલમા પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા (બ્રાહ્મણ) ના અધ્યક્ષ સ્થાને થરા નગર પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજ ના પ્રમુખ નટુભાઈ પ્રજાપતિની ઉપસ્થિતમાં ૨૬ જુલાઈ મી ૨૦૨૬ ને રવિવાર ના રોજ સવારે દેશના યશસ્વી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ના ૧૩૬ મા એપિસોડ સાંભાળવાનુ આયોજન બુથ નંબર ૧૭૬ મા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પ્રધાન મંત્રીએ ભારતની રક્ષા શક્તિ,ખેલશક્તિ,યુવાશક્ત અને સામૂહિક જનશક્તિ થકી દેશે પ્રાપ્ત કરેલી વિવિધ સિદ્ધિ ઓ તેમજ દેશમાં આવેલા સકારાત્મક પરિવર્તનો વિશે માહિતગાર થઈ પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવ્યું.આવા કાર્યક્મો દરેક કાર્યકરને રાષ્ટ્ર સેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે. “મન કી બાત” માત્ર સંવાદ નથી,પરંતુ જનતા અને દેશના નેતૃત્વ વચ્ચેનું વિશ્વાસનું મજબૂત સેતુ છે.તેમ કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું.રેખાબેન ખાણેસા નું પ્રજાપતિ સમાજ દ્વારા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.ત્યારે જેવતભાઈ પ્રજાપતિ, મનુભાઈ પ્રજાપતિ,અમરતભાઈ પ્રજાપતિ,નગર પાલિકા કર્મચારી ભાવિનભાઈ પ્રજાપતિ,નટુભાઈ રાવળદેવ, શિક્ષક પ્રવીણભાઈ પ્રજાપતિ, શંભુભાઈ પ્રજાપતિ,શિક્ષક દશરથભાઈ પ્રજાપતિ પ્રજાપતિ સહીત જુનગંજ બજારમાંથી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button