Gujarat News : નેનાવા નગરમાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજજીનું આગમન

ब्यूरो चीफ जसवन्तभाई धानेरा गुजरात
નેનાવા: નેનાવા ગામ ખાતે આવેલ નકળંગ ભગવાન પેટ્રોલિયમ ખાતે આજે પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજજીનું આગમન થયું હતું. મહંત શ્રી 108 શિવપુરી મહારાજના પ્રવચનથી પાવન વાતાવરણ મહંત શ્રી 108 શિવપુરી મહારાજના દિવ્ય પ્રવચન અને સત્સંગથી આખો વિસ્તાર ભક્તિમય બન્યો હતો. તેમના આશીર્વાદથી જ બાપજીનું આ પાવન આગમન શક્ય બન્યું હોવાનું આયોજકોએ જણાવ્યું. બાપજીએ ગૌ માતા વિશે આપ્યું પ્રવચન આ પ્રસંગે પરમ પૂજ્ય બાપજીએ ગૌ માતાના મહત્વ વિશે વિશેષ પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, “ગાય એ માતા સમાન છે. ગાયમાં 33 કોટિ દેવતાઓનો વાસ છે. ગૌ સેવા એટલે જ સાક્ષાત ઈશ્વરની સેવા. આજે સમાજમાં ગૌ રક્ષા અને ગૌ સંવર્ધન અત્યંત જરૂરી છે. જે ઘરમાં ગાયની સેવા થાય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આપણે બધાએ ગૌ હત્યા રોકવા અને ગૌશાળાઓને મદદ કરવા સંકલ્પ લેવો જોઈએ.”

બાપજીએ યુવાઓને પણ અપીલ કરી કે તેઓ પોતાની સંસ્કૃતિ અને ધર્મ સાથે જોડાયેલા રહે અને ગૌ માતાની સેવા કરીને પુણ્ય કમાય. ભક્તોની ઉપસ્થિતિ કાર્યક્રમમાં નેનાવા ગામના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાપજીના આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત આસપાસના ગામોના ભક્તો, સંતો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમાપન
કાર્યક્રમના અંતે આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આખા નેનાવા ગામમાં ધાર્મિક માહોલ છવાયો હતો.



Subscribe to my channel