ब्रेकिंग न्यूज़

Gujarat News : પ્રાચી તીર્થના કોળી સમાજ ભવન ખાતે ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરાશે..

ગાયત્રી પરિવાર,રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા ગાયત્રી મહાયજ્ઞ સહિતનું આયોજન

रिपोर्टर परमार कनकसिंह प्राची गुजरात

પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વને ભવ્ય ઉજવણી આગામી અષાઢ સુદ પૂર્ણિમા તારીખ 29 જુલાઈ અને બુધવારના દિવસે શ્રી કોળી સમાજ ભવન પ્રાચી તીર્થ ખાતે કરવામાં આવશે જેમાં સવારે ગાયત્રી મહાયજ્ઞ ગુરુપૂજન દીક્ષા સંસ્કાર તેમજ આહુતિનો ક્રમ સંપન્ન કરવામાં આવશે શાસ્ત્રમાં ગુરુ નો મહિમા અદભુત છે ગુ મતલબ અંધકાર રૂ મતલબ પ્રકાશ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસિકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જીસને ગુરુ દિખાય ગુરુવહી હોતા હૈ પલ પલ મેં જ્ઞાન દેતા હૈ બીછડે હુવે કો રાહ દિખાતા હૈ ખુદ તો તરતા હૈ દુસરે કો તાર દેતા હૈ આ સદગુરુ નો મહિમા છે સાથે યજ્ઞ ભગવાન એ સૂક્ષ્મકરણની વિદ્યા છે સ્થૂળ વસ્તુ માંથી સુક્ષ્મીમાં રૂપાંતરિત કરીને વાતાવરણને પ્રદાન કરે છે

પૂજ્ય ગુરુદેવ યજ્ઞનો મહિમા સમજાવતા કહે છે કે પાંચ વ્યક્તિ બેઠી હોય જેમાં એક ચપટી ચટણી લઈને એક વ્યક્તિના મુખમાં મૂકવામાં આવે તો એક જણને જ તીખું લાગે જ્યારે એ ચટણીની ચપટી અગ્નિદેવ માં હોમી દેવામાં આવે તો આખું વાતાવરણ ધાસ ધાસ થઈ જાય ચટણીનો અહેસાસ થાય આ યજ્ઞનો મહિમા છે એક ગણુ માંથી હજાર ગણું કરીને આપણને આપી દેશે એટલે જ આપણા ઋષિઓ યજ્ઞ કરતા હતા આ પરંપરા અને જીવંત કરવા પૂજ્ય ગુરુદેવ દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે ભારતીય સંસ્કૃતિની માતા ગાયત્રી છે પિતા યજ્ઞ ભગવાન છે તો આવો આ કાર્યક્રમમાં લાભ લેવા ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા ભાવભર્યું હૃદયના ભાવથી નિમંત્રણ છે

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button