Gujarat News : પાટણ જિલ્લાના સાતલપુર વિસ્તારમાં 12 ઇંચ વરસાદ થતાં સ્થિતિ ગંભીર

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात
સાતલપુર તાલુકાના બરારા ગામના આગેવાન ઈશ્વરભાઈ આહીર જણાવે છે કે હાલમાં બરારા ગામના તળાવ ભરાવાના કારણે બરારા ગામમાં અનેક મકાનો ઢીંચણ સમા પાણી ભરાયા છે તળાવ ની સપાટી વધતી જઈ રહી છે જો આજે રાત્રે આ જ પ્રમાણે વરસાદ ચાલુ રહેતો. બરાબર ગામનું તળાવ તૂટી શકે તેમ છે હાલમાં કેટલાક વીજપોલ પડી જતા વીજ ગુલ થયેલ છે તેમના જણાવ્યા પ્રમાણે ગયા ચોમાસે વહેલી સવારે બરારા ગામનું આ તળાવ તૂટ્યું હતું જેના કારણે વહુવા ગામના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ત્યાંના રહીશોની સ્થિતિ ખૂબ ગંભીર બની હતી
પરંતુ ગામના યુવાનો દ્વારા રેસ્ક્યુ અને રાહતની કામગીરી તાત્કાલિક ધોરણે કરતા જાન માલનું નુકસાન ઓછું થયું હતું આવી જ સ્થિતિ આ વખતે પણ સર્જાઇ શકે તેમ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેમ છે તેવા સંજોગોમાં બરારા ગામનું તળાવ પણ ઓવરફ્લો થઈ થઈ શકે છે અથવા તૂટી શકે છે આ માટે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની સંપૂર્ણ તૈયારી હશે છતાં વિશેષ તૈયારી થાય તેવું ત્યાંના રહીશો જણાવી રહ્યા છે હાલમાં બરારા ગામના લોકો જેસીબી ની મદદથી પાણીનો યોગ્ય નિકાલ થાય તેવું કરી રહ્યા છે અગાઉથી વિશેષ આયોજન થાય તો જાનમાલનું નુકસાન ટળી શકે તેમ છે તેવું બરારા ગામના આગેવાન શ્રી ઈશ્વરભાઈ આહીર જણાવે છે



Subscribe to my channel