લોકશાહીમાં લાઠીઓનો વરસાદ કેમ,? દેશના ભવિષ્યને ગુલામ બનાવી રહ્યુ છે કોન,? જવાબદાર કોન?
લોકશાહી, શિક્ષણ અને વિદ્યાર્થી આંદોલનના ઇતિહાસમાં કાળો દિવસ –? વિધાર્થીઓ પર હતીયાચાર કેમ?
NEET પેપર લીક કોંભાડ જંતર – મંતર ખાતે વિધાર્થીઓનું ઘોડાપૂર…

૨૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે નીટ (NEET) પેપર લીક કૌભાંડ, શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતાના અભાવ અને જવાબદારીના પ્રશ્નોને લઈને દેશભરના હજારો વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ લોકશાહી આંદોલન કર્યું હતું. વર્ષ ૨૦૧૪ પછી વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલા સૌથી મોટા લોકશાહી વિરોધ કાર્યક્રમોમાં આ આંદોલનની ગણના કરવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓની મુખ્ય માંગણી હતી કે નીટ પેપર લીક કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, દોષિતોને કડક સજા કરવામાં આવે અને કેન્દ્રીય શિક્ષણમંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજકીય તથા નૈતિક જવાબદારી સ્વીકારી પોતાનું રાજીનામું આપે.

પરંતુ દુઃખની વાત એ છે કે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવી રહેલા વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ કાર્યવાહીમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા, ઘણા વિદ્યાર્થીઓના માથા ફૂટ્યા, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી અને કેટલાક વિદ્યાર્થીઓ સામે ફોજદારી કેસો નોંધવામાં આવ્યા હોવાના અહેવાલો છે.
આ સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર મુદ્દો એ છે કે લાઠીચાર્જ દરમિયાન પોલીસ સાથે સાદા ડ્રેસમાં ડંડા લઈને કેટલાક અજાણ્યા લોકો પણ વિદ્યાર્થીઓ પર હુમલો કરતા જોવા મળ્યા હોવાના દાવાઓ સામે આવ્યા છે. જો આવું બન્યું હોય, તો તેમની ઓળખ જાહેર થવી જોઈએ અને તેમની ભૂમિકાની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.
18 જુલાઈના દિવસે વહેલી સવારે લદ્દાખના જાણીતા પર્યાવરણ કાર્યકર શ્રી સોનમ વાંગચૂક, જેઓ લાંબા સમયથી આમરણ ઉપવાસ પર હતા, તેમની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ઘટનાએ પણ દેશભરમાં ચર્ચા જગાવી છે.
વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગના વિરોધમાં દેશના અનેક રાજ્યોમાં ધરણાં, પ્રદર્શન, રેલીઓ અને વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દેશનો યુવા વર્ગ શિક્ષણમાં પારદર્શિતા, ન્યાય અને લોકશાહી અધિકારોના રક્ષણની માંગ કરી રહ્યો છે.
અમારી મુખ્ય માંગણીઓ
વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા સ્વતંત્ર ન્યાયિક તપાસ કરવામાં આવે.
લાઠીચાર્જનો આદેશ આપનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
સાદા ડ્રેસમાં દેખાયેલા તમામ વ્યક્તિઓની ઓળખ જાહેર કરીને તેમની ભૂમિકાની તપાસ કરવામાં આવે.
અટકાયત કરાયેલા તમામ વિદ્યાર્થીઓને નિઃશરત મુક્ત કરવામાં આવે અને તેમના વિરુદ્ધ નોંધાયેલા કેસો પરત ખેંચવામાં આવે.
ઘાયલ વિદ્યાર્થીઓને યોગ્ય સારવાર અને વળતર આપવામાં આવે.
નીટ પેપર લીક કૌભાંડના તમામ દોષિતોને ઝડપી અને કડક સજા કરવામાં આવે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગ બદલ દેશના વિદ્યાર્થીઓ સમક્ષ જાહેરમાં ખેદ વ્યક્ત કરે અને વિશ્વાસ આપે કે ભવિષ્યમાં શાંતિપૂર્ણ વિદ્યાર્થી આંદોલનો સામે બળપ્રયોગ નહીં કરવામાં આવે.
સરકાર આ સમગ્ર ઘટનાક્રમ માટે પોતાની રાજકીય અને નૈતિક જવાબદારી સ્વીકારે.
અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે લોકશાહી દેશમાં શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ લાઠી, ધરપકડ અને દમનથી નહીં પરંતુ સંવાદ, પારદર્શિતા અને ન્યાયથી મળવા જોઈએ.
“વિદ્યાર્થીઓ પર લાઠી નહીં, ન્યાય અને સંવાદ જોઈએ.”
“લોકશાહી બચાવો – શિક્ષણ બચાવો – વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ કરો.”
કાંતિલાલ પરમાર, માનવ અધિકાર કાર્યકર્તા, અમદાવાદ, ગુજરાત

Subscribe to my channel