Gujarat News : હારીજમાં 25 દિવસથી પાણી સંકટ: કોંગ્રેસની ચેતવણી – “પાણી નહીં તો શાંતિ નહીં”

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात
હારીજ (પાટણ): હારીજ શહેરના વોર્ડ નંબર 4 અને 5માં છેલ્લા 25 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા યથાવત રહેતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે હારીજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, હજારો લોકો પીવાના પાણી માટે દરરોજ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને માથા પર પાણીના બેડા લઈને લગભગ 2 કિલોમીટર સુધી પાણી માટે ભટકવું પડી રહ્યું છે. પાલિકા દ્વારા કર વસૂલવામાં આવે છે, પરંતુ નિયમિત પાણી પુરવઠો ન મળતા લોકોમાં અસંતોષ ફેલાયો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે પીવાનું પાણી દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને નગરપાલિકાની પ્રથમ ફરજ પણ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની છે.
કોંગ્રેસની મુખ્ય માંગણીઓ:
- વોર્ડ નં. 4 અને 5માં 24 કલાકની અંદર પીવાના પાણીના ટેન્કરો શરૂ કરવામાં આવે.
- વોર્ડ નં. 4માં જૂના બોર સુકાઈ જતાં તાત્કાલિક નવા બોરવેલ ખોદવામાં આવે.

કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો 7 દિવસની અંદર સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો જનતાને સાથે રાખી હારીજ નગરપાલિકા કચેરી સામે ધરણા અને તાળાબંધી કાર્યક્રમ યોજવામાં આવશે. “પાણી અમારો અધિકાર છે, ભીખ નથી”**ના સૂત્ર સાથે કોંગ્રેસે વહીવટી તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Subscribe to my channel