ब्रेकिंग न्यूज़

Gujarat News : ખારીયા ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષનો ધી ઓગડ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા આભાર વ્યક્ત કર્યો.

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात

નવ નિયુક્ત ઓગડ તાલુકાની રચનાબાદ ધી ઓગડ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિ.ની રચના કરી ચેરમેન હર્ષદકુમાર શાહ થરા,વાઈસ ચેરમેન રંગુજી રાઠોડ મોટા જામપુર, ડિરેક્ટર દઝાભાઈ પટેલ જાખેલ,કાકુભા વાઘેલા થરા, બાબુભાઈ દેસાઈ માનપુરા (ઊણ),લાલજીભાઈ બ્રાહ્મણ ફતેપુરા,રામાભાઈ ગજ્જર ભદ્રેવાડી,ઉમેશભાઈ પ્રજાપતિ નેકારીયા,જયંતીભાઈ નાઈ ખારીયા,પેથાભાઈ પરમાર વડા,ચમનભાઈ મકવાણા રાણકપુર ની વ્યવસ્થાપક સમિતિની નિમણુંક કરાતા ઓગડ તાલુકાના ખારીયા ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના ફાર્મ હાઉસ ખાતે ચેરમેન-વાઈસ ચેરમેન અને તમામ ડિરેક્ટરો દ્વારા GKTS બનાસકાંઠા જિલ્લા પ્રમુખ,

બનાસકાંઠા જિલ્લા ભાજપ મંત્રી શરદભાઈ સાંપરિયા, બનાસકાંઠા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા મહા મંત્રી વિક્રમભાઈ પરમાર, ઓગડ તાલુકા ભાજપ મહા મંત્રી રમેશભાઈ જોષી,ઉપ પ્રમુખ પરષોત્તમભાઈ પ્રજાપતિ અણદપુરા,સઉપુરા સરપંચ મુકેશજી ઠાકોર, અદલજી રાઠોડ,GKTS થરા શહેર પ્રમુખ સોમાજી જગાણી, ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમા કીર્તિસિંહ વાઘેલા નો આભર વ્યક્ત કર્યો હતો.કીર્તિસિંહ વાઘેલા સહીત ચેરમેન-વાઈસ ચેરમેન ને ફુલહાર પહેરાવી પાઘડી બાંધી પુષ્પગુચ્છ તેમજ બળડગડા ની છબી આપી સન્માન કર્યું હતું.કીર્તિસિંહે જણાવ્યું હતું કે તમામ વ્યવસ્થાપક સમિતિ ખભેખભા મિલાવી ખેડૂતો ના કામ કરવા આશાવ્યક્ત કરી હતી.
નટવર કે.પ્રજાપતિ, થરા મો. 99795 21530

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button