ब्रेकिंग न्यूज़
Gujarat News : વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યાની આશંકા

ब्यूरो चीफ इम्तियाज सिकंदर सिंधी वडोदरा गुजरात
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાંગ ગામ નજીક કેનાલ પાસેથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા શખ્સોએ યુવતીની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ કેનાલમાં ફેંકી ફરાર થઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર મૃતક મહિલા પાલેજ ગામની વિધવા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. હત્યાનું ચોક્કસ કારણ અને આરોપીઓની ઓળખ અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

Subscribe to my channel