ब्रेकिंग न्यूज़

Gujarat News : આકોલીમા પગાર કેન્દ્ર શાળા ખાતે બાળ સંસદ-૨૦૨૬ ની ચૂંટણી યોજાઈ..

रिपोर्टर मुकेश कुमार पाटन गुजरात

કાંકરેજ તાલુકાના આકોલી ખાતે આવેલ પગાર કેન્દ્ર શાળા મા ૧૧ જુલાઈ ૨૦૨૬ ના રોજ શાળાના આચાર્ય સુથાર રસિકભાઈ મફાભાઈની ઉપસ્થિતિમા બાળ સંસદની ચૂંટણી ૨૦૨૬ નું આયોજન કરવામાં આવેલ. લોક શાહીના પાઠ શીખવાના હેતુથી બાળકોને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પદ્ધતિસર રીતે આયોજન કરીને સમગ્ર દેશ માં ભારતના દરેક રાજ્યોમાં સંસદ સભ્યની ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે તે અંગે શાળા ના બાળકો દ્વારા સંસદ સભ્યની ચૂંટણી કરવામાં આવી.જેમાં ચૂંટણી કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવું, ઉમેદવારી પત્રો ભરવા,ઉમેદવારી પત્રોની ચકાસણી કરવી તથા ઉમેદવારી પત્રો પરત ખેંચવા તથા લોકશાહી રીતે મતદાન પત્રો એટલે કે બેલેટ પેપર દ્વારા ચૂંટણીના મતદાનનું આયોજન કરવામાં આવ્યું.

ચૂંટણીમાં કુલ ૧૬ ઉમેદવારોએ ભાગ લીધો. ટોટલ ૨૫૫ માંથી ૨૪૨ મતદારો એ મતદાન કર્યું.જેમાં મહામંત્રી તરીકે વાઘેલા રાજવીરસિંહ સુરૂભા,દેસાઈ શ્રદ્ધા દિનેશભાઈ,વાઘેલા તેજસ્વીબા સુરૂભા,વાઘેલા હરપાલસિંહ ઝીલુભા વગેરે બાળકોએ જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો.સામાજિક વિજ્ઞાન શિક્ષક રમેશભાઈ પંડ્યા સહીત શાળાના સ્ટાફ મિત્રો દ્વારા ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવામાં ખૂબ જ જહેમત ઉઠાવી અને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button