Gujarat news : અમદાવાદ રથયાત્રા: જય ગોગા અખાડા ગ્રુપની તડામાર તૈયારીઓ પૂર્ણ, પ્રથમ સ્થાન મેળવવાનો વિશ્વાસ
रिपोर्टर प्रजापति विनोद अहमदाबाद, गुजरात
અમદાવાદ: અમદાવાદના વાસણા વોર્ડના ભાજપ પ્રમુખ તેમજ જય ગોગા અખાડા ગ્રુપના પ્રમુખ વિશાલભાઈ નાગરના નેતૃત્વમાં આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા માટે જોરશોરથી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જય ગોગા અખાડા ગ્રુપ ભવ્ય અખાડા પ્રદર્શન, શિસ્તબદ્ધ આયોજન અને ઉત્સાહ સાથે રથયાત્રામાં ભાગ લેવા માટે સજ્જ બન્યું છે. ગ્રુપના સભ્યો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સતત મહેનત અને કઠોર તાલીમ લેવામાં આવી રહી છે, જેથી રથયાત્રા દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકાય.
વિશાલભાઈ નાગરના માર્ગદર્શન હેઠળ કાર્યરત જય ગોગા અખાડા ગ્રુપે અગાઉના વર્ષોમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આ વર્ષે પણ ગ્રુપમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે કે તેઓ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનના બળ પર પ્રથમ સ્થાન પ્રાપ્ત કરશે. જય ગોગા અખાડા ગ્રુપના સભ્યોમાં રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌએ સફળ, શાંતિપૂર્ણ તથા ઐતિહાસિક રથયાત્રા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.



Subscribe to my channel