ब्रेकिंग न्यूज़
Gujarat News : જામનગરના વોર્ડ નં. 2માં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં રોષ, પ્રિ-મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ
रिपोर्टर सिसौदिया रवीन्द्र जामनगर गुजरात
જામનગર: શહેરના વોર્ડ નંબર-2 વિસ્તારમાં PGVCL દ્વારા અવારનવાર 2થી 3 કલાક સુધી વીજ પુરવઠો બંધ કરવામાં આવતો હોવાના કારણે સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહિશોનું કહેવું છે કે ચોમાસા પહેલાં પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા હતા, છતાં સામાન્ય છાંટા કે હળવા વરસાદમાં પણ વીજળી ગુલ થઈ જાય છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ઘરગથ્થુ કામકાજ, વેપાર-ધંધા તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર પડી રહી છે. વરસાદી મોસમ દરમિયાન આવી પરિસ્થિતિથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહિશોએ PGVCL તંત્ર પાસે માંગ કરી છે કે વીજ પુરવઠો વારંવાર ખોરવાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે અને વરસાદી મોસમ દરમિયાન સતત અને નિયમિત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે.




Subscribe to my channel