Gujarat News પીએમશ્રી થરા અનુપમ પે.કેન્દ્ર શાળા નં.-૨ માં “નવીન આચાર્ય કાર્યાલય નું ભૂમિ પૂજન”કરાયું.
रिपोर्टर मुकेश कुमार पाटन गुजरात
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા માં આવેલ પીએમશ્રી થરા અનુપમ પે.કેન્દ્ર શાળા નં.-૨ ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા ના અઘ્યક્ષ સ્થાને થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,શાળાના આચાર્ય બિંદેશ્વરીદેવી ઝાલા, જયપાલસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ ૫ મી જુલાઈ ૨૦૨૬ ને રવિવાર ના રોજ સવારે શાસ્ત્રીજી બાબુભાઈ જોષી (શિરવાડા) ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ બાદ “નવીન આચાર્ય કાર્યાલય નું ભૂમિ પૂજન” કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી સેવા પખવાડિયા અંતર્ગત શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ મંત્રી શરદભાઈ સાંપરિયા,પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, કોર્પોરેટરો વિક્રમસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાયમલભાઈ પટેલ,બાબુભાઈ દેસાઈ,અમરતભાઈ દેસાઈ, ભુપતભાઈ ગોહિલ,ઓડિટર હિતેષભાઈ મોચી,થરા શહેર ભાજપ મહામંત્રી રાઘવેન્દ્ર જોષી,પૂર્વપ્રમુખ ભુપેન્દ્રસિંહ પરમાર,વકીલ મુકેશભાઈ બુકોલીયા,ડો.અલ્પેશ ચૌધરી, ખેડૂત અગ્રણી રાજુભાઈ અણદાભાઈ ચૌધરી,થરા શહેર ભાજપા યુવા મોરચાના પ્રમુખ અંકુરભાઈ ઠક્કર,પૂર્વપ્રમુખ લાલસિંહ વાઘેલા,મહામંત્રી, દિપકકુમાર પરમાર (વજીર), ગીરીશભાઈ મકવાણા,ચાંગા શાળાના આચાર્ય ચેહરાભાઈ ગુર્જર, રોહિત નગર શાળાના આચાર્ય કુલદીપભાઈ ઠક્કર, નરેન્દ્રસિંહ વાઘેલા,નિવૃત શિક્ષક બાબુભાઈ થરેચા (પ્રજાપતિ), મધ્યભોજન સંચાલક મંગળભાઈ પરમાર,રમીલાબેન રાવલ, સજુભા વાઘેલા સહીત શાળા સ્ટાફ તેમજ ભાજપાના કાર્યકરો હાજર રહ્યા હતા.




Subscribe to my channel