Gujarat News ભારત વિકાસ પરિષદ અને RSS દ્વારા શિશુ મંદિર હારીજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

रिपोर्टर मुकेश कुमार पाटन गुजरात
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ભારત વિકાસ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS ના સંયુક્ત ઉપક્રમે આજે શિશુ મંદિર હારીજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પુષ્પક ભાઈ જયેન્દ્રભાઈ, , હિતેશભાઈ, બકાભાઈ સહિત કાર્યકર્તાઓ,ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌના હસ્તે શાળા પરિસરમાં વડ, પીપળો, લીમડો, આંબા સહિત વિવિધ છાયાદાર અને ફળાઉ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં માં “એક બાળક એક વૃક્ષ” નો સંદેશ આપવામાં આવ્યો. સાથે જ તમામ રોપાઓના જતનની જવાબદારી લેવા માં આવી ભારત વિકાસ પરિષદ અને RSS દ્વારા ભવિષ્યમાં પણ આવા સેવાકીય અને પર્યાવરણલક્ષી કાર્યો સતત કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે શિશુ મંદિર ભારત વિકાસ પરિષદ અને RSS ના તમામ કાર્યકર્તાઓએ સહયોગ આપ્યો હતો.




Subscribe to my channel