ब्रेकिंग न्यूज़

Gujarat News થરા ખાતે શ્રી બ્રહ્માણી સોસાયટીમાં “મન કી બાત”ના કાર્યક્મમાં બ.કાં.જિલ્લા ભાજપ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા.

रिपोर्टर मुकेश कुमार पाटन गुजरात

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા જુનાગામ તળમાં જાગોસર તળાવની બાજુમાં આવેલ શ્રી બ્રહ્માણી સોસાયટી ખાતે થરા નગર પાલિકા કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ ના નિવાસ સ્થાને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને થરા સ્ટેટ માજીરાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજના પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ,માઈ ભક્ત ચમનભાઈ સોની, મધુભાઈ સોની,તેજાજી ઘાંઘોસ ની વિશેષ ઉપસ્થિત માં ૨૮ મી જૂન ૨૦૨૬ ને રવિવાર ના રોજ સવારે દેશના યશસ્વી લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ના ૧૩૫ મા એપિસોડ સંભાળવાનુ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર નિર્માણ, જનભાગીદારી, સેવા,સ્વચ્છત જળસંચય અને સમાજ હિતના વિવિધ વિષયો પર પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા.આવા કાર્યક્મો દરેક કાર્યકરને રાષ્ટ્ર સેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે. “મન કી બાત” માત્ર સંવાદ નથી, પરંતુ જનતા અને દેશના નેતૃત્વ વચ્ચેનું વિશ્વાસનું મજબૂત સેતુ છે.તેમ થરા સ્ટેટ માજીરાજવી પૃથ્વીરાજસિંહે જણાવ્યું હતું.

કાર્યકમાં ઉપસ્થિત મહેમાનોનું પ્રજાપતિ અમરતભાઈ નારણભાઈ એ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.મનુભાઈ પ્રજાપતિ,ભારૂભાઇ પ્રજાપતિ, નગર પાલિકા કર્મચારી ભાવિનભાઈ પ્રજાપતિ,શિક્ષક પ્રવીણભાઈ પ્રજાપતિ,શંભુભાઈ પ્રજાપતિ, દશરથભાઈ પ્રજાપતિ, જીવણભાઈ પ્રજાપતિ રાજપુર, તેજાભાઈ પ્રજાપતિ સહીત જુનાગંજ બજારમાંથી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button