ब्रेकिंग न्यूज़

Gujarat News પત્રકારોના હિત, સુરક્ષા અને તેમના અધિકારો માટે સતત કાર્યરત

रिपोर्टर मुकेश कुमार पाटन गुजरात

દેશવ્યાપી સંગઠન ‘અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ’ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વની નિમણૂક કરવામાં આવી છે. સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયાની રાહબરી હેઠળ અને પૂર્વ પ્રદેશ પ્રભારી જેણુભા વાઘેલાની અધ્યક્ષતામાં પાલનપુર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.જેમા જિલ્લા પ્રભારી તરીકે રામજીભાઈ રાયગોર, જિલ્લા પ્રમુખ તરીકે જગતસિંહ સોલંકી, ઉપપ્રમુખ તરીકે નિરજભાઇ બોરાણા, ઉપ પ્રમુખ અજય ઠાકોર, ભીખાભાઈ સિપાહી મહામંત્રી, હરેશભાઈ ઠક્કર મહામંત્રી, માનસિંહ ચૌહાણ,માણેકભાઇ ઠક્કર મંત્રી, ગણેશભાઈ વડગામ મંત્રી, બાબુભાઈ ચૌધરી ધાનેરા મંત્રી, રામરતન સોની કોષાધ્યક્ષ, નવીન ધર્માણી મીડિયા ઇન્ચાર્જ, બનસિહ ઠાકોર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, કારોબારી સભ્યોમાં કાંતિલાલ લોધા,મનુભા વાઘેલા, મહેન્દ્ર અગ્રવાલ, અશોકભાઈ ઠાકોર વગેરેની સત્તાવાર વરણી કરવામાં આવી હતી


બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ચાર્જ સંભાળતા જગતસિંહ સોલંકીએ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પત્રકારો પર થતા હુમલાઓ અને ખોટા કેસો સામે સંગઠન કડક અવાજ ઉઠાવશે. સ્થાનિક પત્રકારોના પડતર પ્રશ્ર્નોના નિરાકરણ માટે તંત્ર સાથે સંકલન સાધવામાં આવશે. નિષ્પક્ષ અને નિર્ભીક પત્રકારત્વ કરતા પત્રકારોને પૂરતું રક્ષણ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવશે. સાથે જ જગતસિંહ સોલંકીની વરણી થવાથી સ્થાનિક પત્રકાર આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો સમિતિના અન્ય હોદ્દેદારો, પત્રકાર મિત્રો અને શુભેચ્છકો દ્વારા તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ રૂબરૂ મળીને નવી જવાબદારી માટે પુષ્કળ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી છેલ્લે જિલ્લા પ્રમુખ જગતસિંહ સોલંકી દ્વારા સૌને સ્વરૂચિ ભોજન કરાવી સૌ હોદ્દેદારો અને પત્રકાર મિત્રોનો આભાર માન્યો હતો

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button