ब्रेकिंग न्यूज़

Gujarat News પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

પ્રદેશ અધ્યક્ષ,મહિલા અધ્યક્ષ તેમજ ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ના વી સી શ્રી હરિભાઈ કતારીયા ની હાજરી..

रिपोर्टर मुकेश कुमार पाटन गुजरात

અધિવેશન માં સૂર સંગીતના સુમધુર સથવારે સન્માન નો અનેરો ઉત્સવ..

પત્રકાર એકતા પરિષદ ગુજરાતમાં પત્રકારોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ અને પત્રકારો પાસેથી કોઈ પ્રકારની ફી લીધા વિના કામ કરે છે.પંચમહાલ જિલ્લા અધિવેશન સપ્ત રંગના સૂર જેમ રેલાઈ રહેલા કાર્યક્રમો માં પ્રદેશ આગેવાનોનું સન્માન,ઝોન હોદ્દેદારો નું સન્માન, જિલ્લા પ્રમુખો,આઈ ટી સેલ નું સન્માન,મહિલા વિગ નું સન્માન સાથે સમાજ શ્રેષ્ઠીઓ સામાજિક કાર્યકર શ્રી ફિરદોશભાઈ કોઠી, ફિલ્મ પ્રોડ્યુસર શ્રી જગદીશચંદ્ર બારીયા, આરોગ્યમ હોસ્પિટલ ઓરવાડાના ડોક્ટર રક્ષિતભાઈ શાહ મુસ્લિમ સમાજના લઘુમતી સમાજના અગ્રણી ડોક્ટર તાહીર ભટુક તથા મહેબૂબ બક્કર તથા ગોધરાના લોકપ્રિય ગાયક કલાકાર સાંત્વની ત્રિવેદી નું સન્માન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ પત્રકારો ,વિશિષ્ઠ સેવાના સુકાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સાથે સ્મૃતિભેટ,અને તમામ પત્રકારો નુ સમૂહ ભોજન સાથે ગિફ્ટ આપી સન્માન હોય ત્યાં કાઈ ન ઘટે.પણ સાથે ગીત સંગીત ની સુરાવલી, વિવિધ નામી કલાકારો ના યાદગાર ગીતો સાથે બિનાકા જેવી ફરમાઈશ..ઘણા વર્ષ પછી વિવિધતા માં એકતા નો સંદેશ લઈને કાર્યક્રમની સફળતા ને ચાર ચાંદ સુર સરિતાના ડોક્ટર કેયુર સોની અલ્પેશ શાહ દિપાલી પંચાલ તથા રાજુ સોલંકીએ લગાવ્યા હતા. પત્રકારો ની સ્થિતિ,પત્રકારો ની સમસ્યાઓ, પત્રકારો સાથે સરકારનો વ્યવહાર પત્રકારો સાથે પોલીસનું વલણ,બોગસ પત્રકારત્વ સૌની સમસ્યા છે,પરંતુ તેને બંધ કરવાની જવાબદારી સરકારની છે,ઇલેક્ટ્રોનિક્સ મીડિયા,સોશિયલ મીડિયા ને 30 વર્ષ કરતા વધુ સમય થયો છતાં કોઈ ચોક્કસ પોલિસી નથી,હેડલાઇન નથી,તેના ટાઇટલ મેળવવા કે હિસાબો રજૂ કરવાની કોઈ વ્યવસ્થા નથી,સરકારની નિષ્ફળતાનો ભોગ પત્રકાર શુકામ બને..? તીખા તેવર ની ચમક પ્રદેશ અધ્યક્ષ ના પ્રવચન માં જોવા મળી, પરંતુ પત્રકાર ને નથી પગાર છતાં સ્વમાની હોવાના કારણે શોખ નો ધંધો પકડ્યો છે,જે સરકારની યોજનાઓ,કાર્યક્રમો છેવાડાના વ્યક્તિ સુધી,અને પ્રજા સમસ્યાઓ સરકાર અને તંત્ર સમક્ષ અરીસા માં ચિત્ર બતાવી રજૂ કરે છે,આ સેવકો ની સુરક્ષા ની કોઈ વ્યવસ્થા નથી,કોઈ કાનૂન નથી, મોંઘવારી વધે તે સાથે ભાવ વધારો નથી,ઘણી સુવિધાઓ ને તાળા લાગ્યા છે,માત્ર ટાઢ,તડકો,વરસાદ માં ટુ વ્હીલ લઈ ભાગદોડ કરતા પત્રકાર ને અકસ્માત થાય તો તેના બાળકોનું કોણ..? તેના પરિવારનું કોણ..? આ ચિંતા પત્રકાર એકતા પરિષદ કરે છે,એટલે 10 લાખ અકસ્માત વીમો સંસ્થા તરફથી આપે છે..!!

ગોધરામાં નગર પાલિકા સભ્ય શ્રીમતી અપેક્ષાબેન નૈનેશભાઈ સોની સંપૂર્ણ મુસ્લિમ વિસ્તાર,તમામ મુસ્લિમ મતદારો ના વોર્ડ માં હિન્દુ મહિલા નો વિજય કોમી એકતા ની મિસાલ ફરી ગોધરા એ આપી છે,એવા સદસ્ય નું સન્માન કરાયું હતું. યુનિવર્સિટી ના વી સી શ્રી હરિભાઈ કતારીયા નો પત્રકારો સાથે લગાવ,પોઝીટીવ અભિગમ ની સરાહના સાથે ફરી એક કાર્યક્રમ પત્રકારો સાથે યોજવા જણાવ્યું હતું,પત્રકારે ક્યારેય બેસવાની,રાહ જોવાની જરૂર નથી સીધા મારી ઓફિસમાં આવી ચર્ચા કરી શકે છે,આ ટેન્શન મુક્ત વલણ ખૂબ દર્શનીય રહ્યું છે. કાર્યક્રમ નું સંચાલન હિરેન દરજી, કેતકી સોની દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ત્રણ કલાક ચાલ્યો છતાં શિસ્ત અને ધીરજ ધરી મહેમાનો,પત્રકારો, સૈની હાજરી અકબંધ રહી હતી.ફિલ્મી ગીતો સાથે ઝૂમવાં ની ખૂબ મજા લીધી હતી.


આ કાર્યક્રમની સવાઇ સફળતા વર્ષ 2026 ના કાર્યકમો નો શ્રેષ્ઠ કાર્યક્રમ હોવાનું જણાવી પ્રદેશ અધ્યક્ષ દ્વારા આયોજક સમિતિ, જિલ્લા અધ્યક્ષ શ્રી પ્રદીપભાઈ સોની,પ્રભારી શ્રી ફિરોઝભાઈ શેખ,પ્રદેશ મંત્રી વિપુલભાઈ દરજી,પ્રદેશ અગ્રણી શ્રી ઇસ્માઇલભાઇ ઝભા , ઉપપ્રમુખ શ્રી શ્યામલભાઈ પટેલ, આઈ ટી સેલ ના અનીસ દાવલા, મોહસીન દાલ સહિત સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના નાના મોટા તમામ સહયોગી,આમંત્રિત મહેમાનો,શ્રેષ્ઠીઓ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો,કાર્યક્રમની શોભા પંચમહાલ ના તમામ પત્રકારો,ગુજરાત ભરમાંથી આવેલ હોદ્દેદારો નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.. નોંધ આ મેટર તમામ પત્રકારો એ લેવી,કટીંગ,ક્લિપ મોકલવા વિનંતી

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button