કોડિનાર મિતિયાજ ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો
મિતિયાજ ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો

કોડીનાર તાલુકા, ગીર સોમનાથ: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત મિતિયાજ ગામની પ્રાથમિક કુમાર પે સેન્ટર શાળા, પ્રાથમિક કન્યા શાળા તેમજ માધ્યમિક શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર તેમજ આંગણવાડી અને બાલવાટિકાના બાળકોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ તથા પાઠ્યપુસ્તકોનું વિતરણ કરીને નવા શૈક્ષણિક વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ લાવવા માટે સામૂહિક શપથ ગ્રહણ કરાવવામાં આવ્યો હતો. ઉપરાંત પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાના હેતુથી શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.

કાર્યક્રમમાં મિતિયાજ ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ સુરપાલસિંહ બારડ, ગીર સોમનાથ જિલ્લાના કાર્યપાલક ઇજનેર પોરીયા સાહેબ, સામાજિક કાર્યકર લલિતભાઈ વાળા, એસ.એમ.સી. (SMC)ના સભ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીગણ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ પ્રવેશોત્સવ કાર્યક્રમ મિતિયાજ ગામની તમામ શાળાઓમાં ઉત્સાહ અને આનંદના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. નવા વિદ્યાર્થીઓના સ્વાગત સાથે શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને પ્રેરણાનો સંદેશ પણ વ્યાપક રીતે પ્રસરી ગયો હતો.



Subscribe to my channel