ब्रेकिंग न्यूज़

ગીર સોમનાથ મીતીયાજ માં PGVCL ની બેદરકારી

મીતીયાજ માં સોમાચા પહેલા વીજપોલ ઝાડીઓથી ઘેરાયા

મિતિયાજ ગામમાં અંધારપટ : પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ

 


કોડીનાર તાલુકાના મિતિયાજ ગામમાં વીજ પુરવઠાની સતત સમસ્યાને લઈને ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી અને તડકામાં દિવસભર મજૂરી તેમજ ખેતીકામ કરીને ઘરે પરત ફરતા લોકો બે-બે કલાક સુધી વીજળી ગુલ રહેવાના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ શિવમ જ્યોતિ ગ્રામ ફીડર હેઠળનું વાયરીંગ અત્યંત નબળી હાલતમાં હોવાથી વારંવાર ફોલ્ટ સર્જાય છે અને ગામમાં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

 


આ ઉપરાંત ગામ વિસ્તારમાં આવેલા વીજ પોલ અને વાયરો આસપાસ ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અનેક સ્થળોએ વીજ વાયરો ઝાડીઓમાં ફસાયેલા હોવા છતાં પીજીવીસીએલ તંત્ર દ્વારા સમયસર સફાઈ અને જાળવણીની કામગીરી કરવામાં આવી નથી. ચોમાસા પૂર્વે થતી પ્રી-મોન્સૂન કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
ગ્રામજનોનું કહેવું છે કે સામાન્ય દિવસોમાં જ વારંવાર ફોલ્ટ અને વીજ વિક્ષેપની સ્થિતિ છે તો આવનારા ચોમાસામાં ગામની સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ છે. વરસાદી મોસમ દરમિયાન ઝાડીઓ અને નબળા વાયરીંગના કારણે વીજ પુરવઠો લાંબા સમય સુધી ખોરવાવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
ગામના આગેવાનો અને રહિશોએ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી છે કે મિતિયાજ ગામમાં આવેલા તમામ વીજ પોલ અને વાયરોને નડતરરૂપ ઝાડી-ઝાંખરાનું તાત્કાલિક ધોરણે કટીંગ કરવામાં આવે તેમજ નબળું અને જર્જરિત વાયરીંગ બદલીને અવિરત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે.
હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોની વ્યથા અને રજૂઆતોને પીજીવીસીએલ તંત્ર કેટલા ગંભીરતાથી લે છે અને સમસ્યાના નિરાકરણ માટે ક્યારે અસરકારક પગલાં ભરે છે.

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button