ब्रेकिंग न्यूज़

હવે માર સહન નથી થતો મહિલાની વ્હારે વેરાવળ અભયમ્

કાઉન્સેલર મનીષા ધોળિયા મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન નંદાણીયા પાયલોટ અજીત મહિલાની વ્હારે 181 ટીમ

*વેરાવળ અભયમ*

*હવે મારાથી માર સહન નથી થતો છેલ્લા ૧૦ વર્ષથી પતિના માનસિકતા વલણના ત્રાસથી કંટાળીને પત્નીએ ૧૮૧ અભયમને બોલાવી*

  1. (*યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા* ઉના તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી એક મહિલાઓનો ફોન આવ્યો કે મારા પતિની મહિલા પ્રત્યેની માનસિકતા કારણે મને ખૂબ જ મારે છે મારાથી હવે માર સહન નથી થતો તમે લોકો આવી મારા પતિ ને સમજાવો. ફોન આવતાની સાથે જ ફરજ પર હાજર રહેલ કાઉન્સેલર મનિષા ધોળિયા, મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન નંદાણીયા પાઈલોટ અજીતભાઈ સ્થળ પર પહોંચી પીડિતાને મળી કાઉન્સેલિંગ કરેલું તો જણાવેલ કે મારા લગ્ન ના ૧૦ વર્ષ થયા છે મારે સંતાન માં ૩ બાળકો છે. મારા પતિની માનસિકતા એવી છે કે મહિલાને જે સમાજ દ્વારા નિયમો બનાવેલા છે કે ઘરની જવાબદારી અને બાળકોની જવાબદારી માત્ર મહિલાઓની જ છે. હું આશાવર્કર માં નોકરી કરું છું. નોકરી કરતા પણ જો ઘર અને બાળકોની જવાબદારીમાં થોડું પણ મોડું થાય તો મારા પતિ મારી વાત ના સાંભળે અને મને ખૂબ માર મારે છે.પીડિતાએ પોતાના પતિની માનસિકતાને દૂર કરવા સમાજના વરિષ્ટ લોકોને બોલાવીને સમજાવ્યા પરંતુ તેમના પતિમાં કોઈ બદલાવ ન આવ્યો.પીડિતાને ૧૮૧ ની જાણ થતા તેમના પતિની આવી ધારણા બદલે અને હવે પછી માર ના મારે માટે ૧૮૧ ની મદદ માંગી. પીડિતાના પતિ ઘરે હાજર ના હતા તેને ફોન કરી બોલાવ્યા તે આવ્યા. તેમનું કાઉન્સેલિંગ કરેલ અને મહિલાઓને આપેલા સમાન હક અને અધિકાર વિશે સમજ આપી તેમજ સમાજમાં મહિલાઓને જે દરજ્જો આપવામાં આવ્યો છે તેનાથી અવગત કરાવ્યા. જેથી કહેવાય છે કે જે સમાજમાં દેવતા રહે છે ત્યાં મહિલાઓનું સન્માન થાય છે.અને મહિલાની સાથે મારઝુડ કરવી તે કાયદાકીય ગુનો છે જેથી પીડિતાના પતિને કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપેલ.તેમજ ઘરમાં જેવું વાતાવરણ હશે તેવું બાળક અનુકરણ કરશે. તેમના પતિના કાઉન્સેલિંગના અંતે તેમના જે મહિલાઓ પ્રત્યેના વિચારો હતા તેમાં બદલાવ આવ્યો અને છેલ્લા ૧૦ વર્ષથી તેમના પત્નીને પગની ધૂળ સમજતા હતા તેની માફી માંગી અને પોતાની ભૂલ સ્વીકારી તેમજ ખાતરી આપી કે મારા ઘરની જવાબદારી અને મારા બાળકોની સંભાળ રાખવા મારી પત્નીનો સાથ સહકાર આપીશ તેમજ સમાજમાં માન સન્માન આપીશ. પીડિતા પોતાના પતિના આવા વિચાર સાંભળીને પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવજીવન જીવવા સહમત થયા. પીડિતાએ ૧૮૧ ટીમનો અંતરાત્માથી આભાર વ્યક્ત કર્યો.•
Gujarat state News @ State Chief Jadav Subhashbhai

Indian Crime News

Related Articles

Back to top button