કદમ સેવા સમિતિ દ્વારા 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન સંપન્ન
સર્વે સમાજ ની દીકરી ઓનાં ભવ્ય સમૂહ લગ્ન
કાંકરેજના રાનેર ગામે સેવાનો મહાકુંભ: કદમ સેવા સમિતિ દ્વારા 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન સંપન્ન


બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું રાનેર ગામ આજે એક અત્યંત પ્રેરણાદાયી અને ભવ્ય પ્રસંગનું સાક્ષી બન્યું છે. સામાજિક ઉત્તરદાયિત્વના ઉમદા ભાવ સાથે ‘કદમ સેવા સમિતિ’ દ્વારા આયોજિત ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં 511 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે સમગ્ર પંથકમાં ભક્તિ અને સેવાના સંગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. કદમ સેવા સમિતિના આ ભગીરથ કાર્યને બિરદાવવા માટે સ્થાનિક નેતાઓ અને સામાજિક કાર્યકરોએ ખાસ હાજરી આપી હતી.


કાર્યક્રમ દરમિયાન પધારેલા તમામ રાજકીય-સામાજિક મહાનુભાવો અને ગામના આગેવાનોનું કદમ સેવા સમિતિ દ્વારા ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.
રાનેર ગામના ગ્રામજનો અને સ્વયંસેવકોના સહયોગથી આટલા મોટા પાયે આયોજન સુચારુ રીતે પાર પડ્યું હતું.


કદમ સેવા સમિતિ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોની વહારે આવીને 511 દીકરીઓના લગ્નનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓને જીવનજરૂરી કરિયાવરની ચીજવસ્તુઓ પણ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી, જે સમિતિની દીકરીઓ પ્રત્યેની સંવેદના અને સેવાભાવ પ્રગટ કરે છે.
સમાજમાં જ્યારે મોંઘવારીના જમાનામાં દીકરીના લગ્ન એક ચિંતાનો વિષય બનતા હોય છે, ત્યારે કદમ સેવા સમિતિનું આ પગલું અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.
એક જ મંડપ નીચે 511 દીકરીઓના લગ્નથી કોમી એકતા અને સામાજિક સમરસતાના દર્શન થયા.
તમામ મહેમાનો અને જાનૈયાઓ માટે ભોજન-પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.
શિસ્તબદ્ધ આયોજનને કારણે હજારોની મેદની હોવા છતાં પ્રસંગ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો.
રાનેર મુકામે યોજાયેલા આ સમૂહ લગ્ને માત્ર કાંકરેજ તાલુકામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમો સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Subscribe to my channel