ब्रेकिंग न्यूज़

આવા ભ્રષ્ટ અધિકારીઓ ના કારણે દેશ ભેરાઇ ગયો..

મેંદરડા તાલુકા વિકાસ અધિકારી રિશ્વત લેતા રંગે હાથે પકડાયા

જુનાગઢ, તા. ૨ ફેબ્રુઆરી ૨૦૨૬

 

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મેંદરડા તાલુકા વિકાસ અધિકારી (TDO) શ્રી ટી.વી. રાદડિયાને ૮૦,૦૦૦ રૂપિયાની રિશ્વત લેતા રંગે હાથે પકડી પાડ્યા છે. આ કાર્યવાહીથી તાલુકા વહીવટમાં ખળભળાટ મચી ગયો છે.

 

મળતી માહિતી અનુસાર, મેંદરડા તાલુકાના એક ગામમાં ‘આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો’ (ATVT – Our Vibrant Taluka) યોજના અંતર્ગત TDO શ્રી ટી.વી. રાદડિયા દ્વારા રિશ્વતની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ આ બાબતની જાણ ACBને કરતા ગુપ્ત કાર્યવાહી હાથ ધરી અને આજે રિશ્વતની રકમ સ્વીકારતા સમયે અધિકારીને રંગે હાથે ઝડપી પાડ્યા.

ACBની ટીમે તાત્કાલિક અધિકારીને હિરાસતમાં લઈ લીધા છે અને આગળની તપાસ ચાલુ છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રમાં અફરાતફરી મચાવી દીધી છે અને લોકોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Indian Crime News

Related Articles

Back to top button