ब्रेकिंग न्यूज़

કોંગ્રેસના મહેસાણા કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીનું નામ ગાયબ: અનુસૂચિત જાતિ સમુદાયમાં અસંતોષ, પાર્ટીમાં આંતરિક વિવાદના સંકેત કે જાતકવાદ

કોંગ્રેસના મહેસાણા કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીનું નામ ગાયબ: અનુસૂચિત જાતિ સમુદાયમાં અસંતોષ, પાર્ટીમાં આંતરિક વિવાદના સંકેત કે જાતકવાદ

 

૨૫ જાન્યુઆરી ૨૦૨૬ (I.C.NEWS,સુભાષ જાદવ ) મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવીનીકરણ કરાયેલા કાર્યાલય “સરદાર પટેલ કોંગ્રેસ ભવન”ના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં વડગામના ધારાસભ્ય અને અનુસૂચિત જાતિના અગ્રણી નેતા જિગ્નેશ મેવાણીનું નામ ન હોવાની વાતને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે,,

 

કોંગ્રસના મહેસાણા સરદાર પટેલ કોંગ્રેસ ભવન ના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં વડગામ ધારાસભ્ય અને અનુસૂચિત જાતિના અગ્રણી નેતા જિગ્નેશ મેવાણીનું નામ ન હોવાથી અનુસૂચિત જાતિમાં રાજકીય સરભરા થઇ રહી છે, જેમાં મુખ્ય અતિથિઓમાં મુકુલ વાસનિક, અમિત ચાવડા, વિજય ઇન્દર સિંગલા, ડૉ. તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર, ભરતસિંહ સોલંકી, ઈન્દ્રવિજયસિંહ ગોહીલ, હિમાંશુ પટેલ, સુભાષિની યાદવ, નિલેશ પટેલ, જગદીશ ઠાકોર, કિરીટ પટેલ અને ગીતાબેન પટેલ જેવા નેતાઓના નામ છે, પરંતુ જિગ્નેશ મેવાણીનું ક્યાંય ઉલ્લેખ નથી.

કાર્યક્રમ ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૧૦ વાગ્યે મહેસાણા ખાતે યોજાશે, અને તેના નિમંત્રક મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ચંદુજી ઠાકોર છે. જોકે, આમંત્રણમાં જિગ્નેશ મેવાણીની અનુપસ્થિતિને જાતિવાદ અથવા પાર્ટી આંતરિક રાજકારણ સાથે જોડીને જોવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યુ છે. જિગ્નેશ મેવાણી, જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને કોંગ્રેસમાં જોડાયા છે, તેઓ અનુસૂચિત જાતિ અને વંચિત વર્ગોના અવાજ તરીકે જાણીતા છે. તેઓએ ભાજપ સરકાર અને તેની સિસ્ટમ વિરુદ્ધ અનેક લડતો આપી છે, જેમાં ઉના કાંડ પછીની આંદોલનોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કરોડો અનુસૂચિત જાતિ અને અન્ય વંચિત સમુદાયના લોકો તેમને તેમના પ્રતિનિધિ તરીકે માને છે. આમ છતાં, આ કાર્યક્રમમાં તેમનું નામ ક્યાંય દેખાતું નથી, જેને કેટલાક લોકો અનુસૂચિત જાતિ સમુદાયના અપમાન તરીકે જુએ છે.

આ મુદ્દે વધુ માહિતી મેળવવા *I.C.NEWS વતી *જાદવ સુભાષ* એ બળદેવજી ચંદુજી ઠાકોરનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, “હું અત્યારે કામમાં વ્યસ્ત છું, ફ્રી થઈને વાત કરીશ.” જોકે, આ જવાબ વિષયને ટાળવાના પ્રયાસ તરીકે હતો

જિગ્નેશ મેવાણીના સમર્થકોમાં અસંતોષ વધી રહ્યો છે.

આ વિવાદ ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસની એકતા અને વંચિત વર્ગોના પ્રતિનિધિત્વને લઈને પ્રશ્નો ઉભા કરે છે.

Gujarat state News @ State Chief Jadav Subhashbhai

Indian Crime News

Related Articles

Back to top button