ગુન્હો કરિયો છે. તો સજાતો જરૂર થવાની. કાયદો કાયદાનું કામ કરે છે.
ભ્રષ્ટાચારીઓની ખેર...ભ્રષ્ટાચારીઓ સામે જાદવ સુભાષ ભાઇ લાંબી લડત લડી લેવાના મૂડમાં
માળિયા (હાટીના)માં SC યુવાન પાસેથી આવકના દાખલા માટે ૧૨૦ રૂપિયાની ખુલ્લેઆમ લાંચ લેતો VCE કેમેરામાં કેદ, અધિકારીઓએ જાતિવાદી રવૈયો અપનાવી ફરિયાદ દબાવી દીધી**

જુનાગઢ, તા. ૪ ડિસેમ્બર ૨૦૨૫
ગુજરાતના જુનાગઢ જિલ્લાના માળિયા (હાટીના) તાલુકાના અકાળા ગામે ગ્રામ પંચાયતના VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) વિજયભાઈ રાજાભાઈ ડોડીયાએ અનુસૂચિત જાતિના યુવાન જાદવ સુભાષભાઈ દેવાભાઈ પાસેથી માત્ર આવકનો દાખલો બનાવવા બદલ ૧૨૦ રૂપિયાની ખુલ્લી લાંચ લીધી અને આ સમગ્ર ઘટના મોબાઈલમાં વીડિયોમાં રેકોર્ડ થઈ ગઈ છે.

સુભાષભાઈએ આ વીડિયો સાથે તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી મિલનભાઈ પાવરા તથા DDO કચેરીમાં લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તપાસ દરમિયાન વિસ્તરણ અધિકારી (પંચાયત) શાંતાબેનના પતિ રાકેશભાઈ (જે સરકારી કર્મચારી પણ નથી) એ ફરિયાદીનું નિવેદન લખ્યું અને તપાસમાં ખુલ્લેઆમ દખલ કરી.
સ્પષ્ટ વીડિયો પુરાવા હોવા છતાં વિસ્તરણ અધિકારી શાંતાબેને ખોટો રિપોર્ટ આપીને VCEને ક્લીનચીટ આપી દીધી. ફરિયાદીનો આક્ષેપ છે કે તે અનુસૂચિત જાતિનો હોવાથી જાણીજોઈને તેની ફરિયાદ દબાવવામાં આવી છે અને માનસિક તથા આર્થિક હેરાનગતિ કરવામાં આવી રહી છે.
જિલ્લા પંચાયત જુનાગઢનો પત્ર ક્રમાંક DPNG/2378/09/2025 તા. ૨૬/૦૯/૨૦૨૫ પણ આ મામલે આવી ચૂક્યો છે, છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
આખા મામલે ફરિયાદીએ હવે માળિયા (હાટીના) પોલીસ સ્ટેશનમાં નીચે મુજબની કલમો હેઠળ ગુનો નોંધવા અરજી કરી છે:
ભ્રષ્ટાચાર નિવારણ કાયદો ૧૯૮૮ની કલમ ૭, ૧૩(૧)(ડી), ૧૩(૨)
SC/ST (અત્યાચાર નિવારણ) એક્ટની કલમ ૩(૧)(r), ૩(૧)(s), ૩(૧)(za)
IPCની કલમ ૩૪, ૧૨૦(B), ૧૬૬, ૧૬૭, ૨૧૭, ૨૧૮, ૩૪૦ વગેરે
આ મામલો એક ગંભીર સવાલ ઉભો કરે છે કે, સરકારી યોજનાઓના લાભાર્થીઓ પાસેથી નાની-નાની સેવાઓ માટે પણ લાંચ લેવાની ખુલ્લી છૂટ કોના આશીર્વાદથી ચાલે છે? અને SC/ST સમાજની ફરિયાદો જ્યારે જાતિવાદી અધિકારીઓના હાથમાં જાય તો શું થાય છે?
આ મામલે માળિયા પોલીસ સ્ટેશનમાં હજુ સુધી ગુનો નોંધાયો નથી. જો આવતા ૨૪-૪૮ કલાકમાં ગુનો નોંધાશે નહીં તો ફરિયાદી ઉચ્ચ અધિકારીઓ તથા કોર્ટ સુધી જવાની તૈયારી કરી રહ્યા છે.
જેટલો કાયદો એટલો ફાયદો. થશે. संघर्ष मेरा जारी रहेगा,, . જાદવ એસ.


Subscribe to my channel