બાવલુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કલ્યાણપુરા ગામે આવેલ રામદેવ ઓઇલ મીલમાંથી વિદેશી દારૂની કુલ બોટલ- ૧૩૫૮૪ (કુલ કિ.રૂ.૪૪,૧૯,૨૧૬/-) ના પ્રોહી મુદ્દામાલ સાથે કુલ કિ.રૂ. ૬૯,૦૮,૧૧૬/- ના મુદ્દામાલ સાથે કુલ છ ઇસમોને પકડી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી શાખા તથા બાવલુ પોલીસ
આજરોજ એલ.સી.બી શાખા મહેસાણાના સ્ટાફના માણસો તથા એસ.આર.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર તથા બાવલુ પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ વાહનમાં બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તેમજ વિદેશી દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ રાખી બાતમી મેળવી પ્રોહીબીશનના કેસો કરવા અંગેની કામગીરી હાથ ધરેલ જે અંગેની કામગીરીમાં હતા તે દરમ્યાન એલ.સી.બી સ્ટાફના અ.પો.કોન્સ રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા અ.પો.કોન્સ અક્ષયસિંહ વખતસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલી કે કલ્યાણપુરા ગામે આવેલ રામદેવ ઓઇલ મીલમાં વિડજ ગામના વાઘેલા પૃથ્વીરાજસિંહ ઉર્ફે પપ્પુ ભરતસિંહ એક ટ્રક નં RJ-36-GA-9314 મા બહાર થી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરાવે છે અને હાલ ત્યાં વિદેશી દારૂનુ કટીંગ ચાલુમાં છે જે હકીકત આધારે કલ્યાનપુરા ગામે આવેલ રામદેવ ઓઇલ મીલમાં રેઇડ કરી ટ્રક અને બે પીક અપ ડાલામાંથી ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી-દારૂની નાની મોટી શીલબંધ બોટલ નંગ ૧૩૫૮૪ (કુલ કિ.રૂ.૪૪,૧૯,૨૧૬/- ના પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ-૦૬ કી.રૂ.૩૫,૦૦૦/- તથા એક ટ્રક ગાડી કી.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા બે પીક અપ ડાલા કી રૂ 5,00,000/- અને એક સ્વીફ્ટ ગાડી કી રૂ ૨,૦૦,૦૦૦/- તથા સીમેન્ટની કોથળીઓ નંગ ૫૭૦ કી રૂ ૧,૫૩,૯૦૦/- મળી કુલ કિ.રુ. ૬૯,૦૮,૧૧૬/- નો પ્રોહી મુદ્દામાલ સાથે કુલ છ ઇસમોને પકડી પાડી પ્રોહી કલમ ૬૫એ,ઇ,૮૧,૮૩,૧૧૬-બી,૯૮-૨ મુજબનો કેશ શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


Subscribe to my channel