રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ફરીયાદો બાદ 2022 થી પાટણ જિલ્લાના ફાંગલી ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટ અને ખાસ વિકાસ કાર્યોના કૌભાંડની તપાસ
આ ફરિયાદો થયા બાદ જ સરપંચના પતિ દ્વારા ફરિયાદીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો
*રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ફરીયાદો બાદ 2022 થી પાટણ જિલ્લાના ફાંગલી ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટ અને ખાસ વિકાસ કાર્યોના કૌભાંડની તપાસ*

સમગ્ર કૌભાંડમાં મિશન માતૃભૂમિ ની ટીમે ફાંગલી ગ્રામ પંચાયત માં કૌભાંડ ગંધ આવતા કેન્દ્ર સરકારમાં કરી હતી ફરિયાદ
આ ફરિયાદો થયા બાદ જ સરપંચના પતિ દ્વારા ફરિયાદીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો
સરકારી ગ્રાન્ટમાં મોટા કૌભાંડ
પાટણ જિલ્લાના સંથાલપુર તાલુકાના ફાંગલી ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યો માટે સરકારી ગ્રાન્ટમાં મોટા કૌભાંડની મિશન માતૃભૂમિ ની સ્થાનીક ટીમને શંકા જતા, કેન્દ્ર સરકારમાં ફરીયાદ દાખલ કરી હતી જેમા સૌથી વધું ૧૪મા નાણાપંચ, ૧૫મા નાણાપંચ હેઠળ ગ્રામ પંચાયતને મળેલી ગ્રાન્ટ તેમજ ગટર લાઇન, પાણી, રસ્તા, પેવર બ્લોક અને ખાસ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના જેવા વિકાસ પ્રોજેક્ટ્સનો ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે. એ પણ શક્ય છે કે આ વિકાસ પ્રોજેક્ટ દરમિયાન રજૂ કરાયેલા બિલો કાલ્પનિક કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હોય, વધુમાં સરકારને ગેરમાર્ગે દોરતા હોય અને સરકારી ગ્રાન્ટો અને સહાયો મેળવતા હોય. આ ઉપરાંત, વ્યક્તિગત લાભ માટે, જિલ્લા પંચાયત સિવિલાઇઝ્ડ ગ્રાન્ટ, જિલ્લા આયોજન બોર્ડ, DMF ગ્રાન્ટ, સ્વચ્છતા અભિયાન ગ્રાન્ટ, ઓક્ટ્રોય ગ્રાન્ટ, પર્ફોર્મન્સ ગ્રાન્ટ, ગ્રામ સભા ગ્રાન્ટ, ATVT ગ્રાન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, ગ્રામ સડક યોજના અને સમરસ ગ્રામ યોજના વગેરે જેવા સરકાર તરફથી મળેલા લાભોની નિષ્પક્ષ તપાસ કરવાથી ફાંગલી ગ્રામ પંચાયતે સરકારને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હોવાની સંભાવના છે અને મનરેગા કૌભાંડના તાર પણ આ ગ્રામ પંચાયત સાથે જોડાયેલા છે, આ સાથે મળેલી સરકારી સહાયો અને રકમનો દુરુપયોગ થયો છ
- ફાગલી ગ્રામ પંચાયત
સરપંચ ના પતિ દ્રારા.. ડુપ્લીકેટ સહી કરવા મો આવી
વધુમાં ફાંગલ ગ્રામ પચાયતમાં 2022 સરપંચના પતિ દ્વારા જ સમગ્ર સંચાલન કરીને સરપંચની ડુપ્લીકેટ સહીઓ કરીને સરકારને ગેર માર્ગે દોરી છે તથા સરકાર અને સ્થાનિક અધિકારીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
આ સમગ્ર કૌભાંડની ફરિયાદો કેન્દ્ર સરકારમાં થતા જિલ્લા પંચાયત પાટણ બે અધિકારીઓ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી
સાથે જ ફરીયાદીઓએ સ્પષ્ટ કહ્યું હતુ કે ફાંગલી ગામનાં તમામ પુરાવા અમારી પાસે છે. જરૂર જણાયે અમે ન્યાય પાલીકાનાં દરવાજા પણ ખટખટાવશું…
મહત્વનું છે કે ફાંગલી ગામ આ સમગ્ર ફરિયાદ નો ભ્રષ્ટાચાર મામલે અને વિવાદ વધુ વકર્યો હતો. આ જ ફરિયાદ અનુસંધાને સરપંચના પતિએ ફરિયાદી કમાભાઇ આહીર અને ગોવાભાઇ આહીર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અને ફરીયાદીઓને ડરાવવા પ્રયાસ કર્યો હતો..
તથા મિશન માતૃભૂમિએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટનાક્રમ બન્યા બાદ આગળના ઘટતા પગલાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સમગ્ર ઘટનાક્રમ અને સરપંચ અને તેના પતિ જેની ભુ માફિયા તરીકે છાપ રહેલી છે તેને બચાવવા માટે જિલ્લા અને તાલુકાના અધિકારીઓ ની પણ નોંધ કરી ફરિયાદો દાખલ કરશે. અને સમગ્ર ષડયંત્ર કૌભાંડમાં મામલે પુરાવાઓ એકત્રીત કરી ફરીયાદો કરવામાં આવશે…