ब्रेकिंग न्यूज़

ઈન્સ્ટાગ્રામ ની મિત્રતા કારણે યુવતી ઘર છોડીને પહોંચી સોમનાથ”181 મહિલા અભયમ ટીમ મદદ માટે દોડી આવી”

બાળકોને મોબાઇલ આપો પહેલા સલામતી વિચારો..

“ઈન્સ્ટાગ્રામ ની મિત્રતા કારણે યુવતી ઘર છોડીને પહોંચી સોમનાથ”181 મહિલા અભયમ ટીમ મદદ માટે દોડી આવી”

 

વેરાવળ રેલ્વે પોલીસ દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી માહિતી આપવામાં આવી હતી કે રેલ્વે સ્ટેશનના કેમ્પસ વિસ્તારમાં એક અજાણી યુવતી લાંબા સમયથી બેસેલી છે અને પૂછપરછ દરમિયાન કોઈ માહિતી આપતી નથી. યુવતીની સુરક્ષા અંગે ચિંતિત થઈ 181 ટીમને સ્થળ પર બોલાવવામાં આવી.

 

ફરજ પરના કાઉન્સેલર દાફડા અંજના, કોન્સ્ટેબલ સોલંકી ધારાબેન તથા પાયલોટ સહિત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને યુવતીનું કાઉન્સેલિંગ હાથ ધર્યું. પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે તે નવસારી જિલ્લાના નિવાસી છે અને ઈન્સ્ટાગ્રામ મારફતે બે પુરુષ મિત્રો બનાવ્યા હતા. તેમની સાથે સતત વિડિઓ કોલ અને ચેટ દ્વારા વાતચીત ચાલુ હતી અને લગ્ન સુધીની વાતો થઈ ગઈ હતી.

 

આ બાબત યુવતીની માતાને જાણ થતાં તેમણે યુવતીને ઠપકો આપ્યો અને ઈન્સ્ટાગ્રામ પરની વાતચીત બંધ કરવાની સૂચના આપી. રોષમાં આવી યુવતી કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ અને ટ્રેન દ્વારા સોમનાથ મંદિર પહોંચી ગઈ. પોતાના માતા-પિતાના ડરથી યુવતી ઘરે પરત જવા ઇચ્છતી નહોતી.

 

181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા યુવતીને યોગ્ય સમજણ આપી અને તેમની સુરક્ષા અંગે વિશ્વાસ અપાવ્યો. યુવતીને 181 મહિલા હેલ્પલાઇન તથા મહિલાઓ માટે ચાલતા વિવિધ સેન્ટરો અંગે માહિતી આપવામાં આવી. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ પોતાના પિતાનો સંપર્ક નંબર આપ્યો જેના આધારે યુવતીના પિતા અને બહેન સાથે ટેલિફોનિક વાતચીત કરીને યુવતીની જાણ કરી.

 

હાલ યુવતીને સુરક્ષા અને આશ્રયની જરૂર જણાતા, તેમને સખી વન સ્ટોપ સેન્ટર, વેરાવળ ખાતે સુરક્ષિત રીતે આશ્રય અપાવવામાં આવ્યો છે.

Gujarat state News @ State Chief Jadav Subhashbhai

Indian Crime News

Related Articles

Back to top button