જાગૃત નાગરિક દ્વારા RTI માં ગાયોના નામે મોટુ કોંભાડ બહાર આવ્યું
ગીર સોમનાથ...તાલાળા ગીર..ગાયોના નામે લોકોને તંત્રને તારક મહેતાના ઉલ્ટા ચશ્છમા. શું હવે તંત્ર અને સરકાર ચશ્છમા. બદલી ગાયો સામે જોશે..?? ગાયોના નામે તંત્રની ભાગીદારી હશે..??
ગીર સોમનાથ જિલ્લામાં ગાયોના નામે લાખો નો ભ્રષ્ટાચાર તંત્ર અને સરકારે શું કરી કાર્યવાહી.. ગૌમાતા પોષણ યોજનામાં તપાસ કરવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચાર ઉજાગર થાય તેવી પૂરી શકયતા છે. કહેવાતા ભગતો ગૌમાતાના નામે ગૌશાળાઓ ચાલુ કરી પ્રોગામો કરી સરકાર..જનતા .. અન્ય રીતે લાખો રૂપિયાની ઉઘરાણી કરતા ભગતો પોતાના ઘર ભરતા હોય તેવું પ્રકરણ ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકા વિસ્તારમાં દેખાય આવ્યુ છે.
તલાલા તાલુકા ના જાગૃત નાગરિક દ્વારા RTI કરવામાં આવેલ જેમાં ગાયોના નામે ખુબજ મોટુ કોંભાડ બહાર દેખાય આવેલ છે. તંત્ર દ્વારા જો આ વિસ્તારમાં ચાલતી ગૌશાળાઓ અને ગાયોના નામે લેવાતા લાભ લેનાર વ્યક્તિ.. ગૌશાળાઓ.. પાંજરાપોળ. જેવી જગ્યાઓનું ભાર પૂર્વક તપાસ કરવામાં આવે તો ગાયોનું દૂધ અને કોંભાડિયાઓનૂ પાણી તરી આવશે અહીં લોકોની માંગ કે આ પ્રકરણ ખુબજ મોટું છે જો તંત્ર દ્વારા સખ્ત તપાસ કરવામાં આવે તો ખુબજ મોટુ કોંભાડ બહાર આવી શકે છે…
ગીર સોમનાથના તાલાળા ગીર ના જાગૃત નાગરિક દ્વારા આ વિસ્તારમાં ગાયોના નામે થઇ રહેલ કોંભાડ ની જાણ 1. સભ્ય સચિવ સંયુક્ત પશુપાલન નિયામક ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગર.2.નાયબ પશુપાલન નિયામક ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગર.3.રાઘવજી પટેલ સાહેબ શ્રી કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગ કેબિનેટ મંત્રી ગાંધીનગર.4.ગીર સોમનાથ જિલ્લા કલેકટર સાહેબ શ્રી મુ. ઇણાજ.5. ગીર સોમનાથ નાયબ પશુપાલન નિયામક શ્રી મુ. ઇણાજ.6.જાહેર માહિતી ખાતા ની કચેરી મુ. વેરાવળ જેવા વિભાગ માં જાણ કરવામાં આવેલ છે