*મુસ્લિમ યુવા કોર કમિટી મુન્દ્રા તાલુકા/શહેર ટીમ દ્વારા ગુસ્તાખે રસુલ વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી*
*મુસ્લિમ યુવા કોર કમિટી મુન્દ્રા તાલુકા/શહેર ટીમ દ્વારા ગુસ્તાખે રસુલ વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી*

તા.01/09/2025 સોમવાર
આજ અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી ના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા મધ્યે મુન્દ્રા મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા અમદાવાદ મધ્યે શોક સભા માં ગુસ્તાખે રસુલ ધર્મેન્દ્ર ભવાની એ હજરત મુહમ્મદ મુસ્તફા સ. અ. વ. અને મજહબે ઇસ્લામ ના બારા માં અભદ્ર ટીપણી કરતા તેની વિરુદ્ધ મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશનમાં આજ રોજ રજૂઆતની સાથે ફરિયાદ નોંધાવવામાં આવી.
આ ફરિયાદમાં ફરિયાદી તરીકે મુન્દ્રા શહેરના જાગૃત યુવા જનાબ રિયાઝ ભાઈ ચાકી ફરિયાદી બની અને ફરિયાદ નોંધાવી હતી તેમની સાથે મુન્દ્રા શહેર અને તાલુકા ના હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સાથે રહ્યા હતા આ ફરિયાદ નોંધાવવા માટે હિન્દુ- મુસ્લિમ એકતા ની સાથે મુન્દ્રા અને શહેર અને તાલુકા જાગૃત યુવાનો તેમજ આગેવાનો બહોળી સંખ્યા માં જોડાયા હતા સમા અબ્દુલ મજીદ પોતાની યાદીમાં જણાવાયું છે
બહોળી સંખ્યા માં હાજરી આપી અને શાંતિપૂર્વક રજૂઆત ની સાથે ફરિયાદો નોંધાવી હતી
Subscribe to my channel