ब्रेकिंग न्यूज़

Gujarat News : હારીજ નગરમાં જૈનોના પર્યુષણ મહાપર્વની પુર્ણાહુતિ નિમિત્તે જૈન સમાજ તરફથી પરમાત્મા નો જળયાત્રા નો વરઘોડો

રિપોર્ટર મુકેશ કુમાર પાટણ ગુજરાત

આજરોજ હારીજ નગરમાં જૈનોના પર્યુષણ મહાપર્વની પુર્ણાહુતિ નિમિત્તે જૈન સમાજ તરફથી પરમાત્મા નો જળયાત્રા નો વરઘોડો બે સુંદર રથો ને શણગાર કરીને જૈન સંઘ ના ભાઈ- બહેનો એ સાથે મળીને ખૂબજ ઉલ્લાસ પૂર્વક પરમાત્માના રથ ને જાતે ખેંચી ને જૈન દેરાસર થી હાઈવે ચારરસ્તા થી જૈન ચાલી માં થઈને મુખ્ય બજારમાં થઈ ને દેરાસર પરત લાવવામાં આવ્યો સંપૂર્ણ વરઘોડા દરમિયાન શ્રી હારીજ પોલીસ પી.આઈ સાહેબ શ્રી તથા પોલીસ સ્ટાફ મેમ્બર દ્રારા ટ્રાફિક વ્યવસ્થા કરી વરઘોડા ને નિર્વિઘ્ને પૂર્ણ કરવામાં મદદરૂપ થયા શ્રી હારીજ જૈન સંઘ દરેક નો ખૂબ ખૂબ આભાર માને છે વરઘોડો પૂર્ણ થયા બાદ સંઘ ના નાના બાલ તપસ્વી ઓ નું શ્રી સંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું આમ જૈન સમાજના આ શુભઅવસર ને ખૂબજ ઉલ્લાસ પૂર્વક સમ્પન્ન કરવામાં આવ્યો

Indian Crime News

Related Articles

Back to top button