*વારંવાર રજૂઆતો છતાં તંત્ર મૌન – અદાણીના લોકો દ્વારા કુતડી બંદર માર્ગ બંધ કરવાની તૈયારી*
*વારંવાર રજૂઆતો છતાં તંત્ર મૌન – અદાણીના લોકો દ્વારા કુતડી બંદર માર્ગ બંધ કરવાની તૈયારી*
મુંદરાના ટુડાંવાઢ કોસ્ટલ એરિયામાં અદાણી કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા કુતડી બંદર જતાં માછીમારોનો માર્ગ ખાડા ખોદીને અને ગેટ મૂકી અવરોધવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે.માછીમારોનું કહેવું છે કે 2017માં આ માર્ગ કંપનીએ કોસ્ટલ એરિયામાં બનાવ્યો હતો અને તે ગામના તળ વિસ્તારમાં આવતો નથી. છતાં કેટલાક લોકો ખોટો દાવો કરી રહ્યા છે.
વર્ષોથી રજૂઆતો છતાં તંત્ર ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે.માછીમારોનો આક્ષેપ છે કે કંપનીના પ્રદૂષણ અને ટ્રાફિક સામે કાર્યવાહી થતી નથી, પરંતુ તેમના રોજગાર ઉપર સતત અડચણો ઊભી કરવામાં આવે છે. લોકસુનાવણીમાં અપાયેલા વચનો પણ અધૂરા રહ્યા છે.માછીમારોએ ચેતવણી આપી છે કે જો સમસ્યા યથાવત રહેશે તો તેઓ કંપની કે સંબંધિત વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવા મજબૂર થશે.
આ રજૂઆત દરમિયાન અખિલ કચ્છ વાઘેર સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ હાજી હુસેન તથા અબ્દુલ મજીદ અન્ય સામાજિક કાર્યકરો અને માછીમારો હાજર રહ્યા હતા.