ब्रेकिंग न्यूज़
Gujarat News : જેતપુર શહેર ના ભીડભંજન રોડ પર સિંગતેલ ભરેલા ટેન્કરે પલ્ટી મારી જતા સ્થાનિક લોકો એ તેલ ભરવા માટે પડાપડી કરી

રિપોર્ટર ગરાણા નવાઝ જેતપુર ગુજરાત
જેતપુર શહેર ના ચાંપરાજ પુર થી આગળ ભીડભંજન રોડ પર ભીડભંજન મહાદેવ મંદિર નજીક એક તેલ ભરેલું ટેન્કર વળાંક પર પલ્ટી મારી ગયું હતું જેમાં સદનશીબે કોઈને જાનહાનિ થઇ નહોતી ટેન્કર પલ્ટી મારી ગયાં ના સમાચાર લોકો સુધી પહોંચતા બધા લોકો વાસણ લઈ જેમકે તેલના ડબ્બા તપેલા ડોલ અને કેરબા જેવા સાધનો લઈ ને તેલ ભરવા માટે પડાપડી કરી હતી બાદ માં જેતપુર પોલીસ ને જાણ થતાં બધા તેલ ભરનારા લોકો ને તેલ ભરતાં અટકાવ્યા હતા અને ભારે ટ્રાફિક જામ થતાં જેતપુર પોલીસ ઘટના સ્થળે દોડી અને ટ્રાફિક ક્લિન કરાવ્યું હતું