મુંદરા માં ન જેવા વરસાદે મુંદરા બારોઈ નગરપાલિકા ની પોલ ખુલ્લી પાળી
મુંદરા માં ન જેવા વરસાદે
મુદરા બારોઈ પાલિકા ની પોલ
ખુલ્લી પાળી.
મુંદરા નાં મેઈન અવરજવર નો રસ્તો એટલે હંસ ટાવર બસ સ્ટેન્ડ ત્યા ખાડામાં અવરજવર કરવાની ફરજ પડી રહી છે
આ જગ્યાએ દર ચોમાસામાં આ ખાડાઓ માં પાણી ભરાય છે પણ ખાડાઓ ને પુરવા માટે કામગીરી ન કરતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કેમ કરવામાં આવે છે
બીજી બાજુ ફેશ વન ની કામગીરી કરવામાં આવી બસ સ્ટેન્ડ થી
જુના બંદર પોર્ટ કોલોની રોડ ઉપર મસ મોટા ખાડાઓ સાથે પેવર બ્લોક નું લેવલ નું કામગીરી બરાબર ન હોતા વરસાદ માંખાડાઓ થઈ ગયા છે
થોડાક દિવસો પહેલા વોર્ડ ૦૧ માં
કુરીયર સર્વિસ નું કામ કરતાં ખુલ્લી ગટર માં હોન્ડા બાઈક સાથે અંદર પડી જાય છે. જે મુંદરા બારોઈ પાલિકા ની ઓફિસ ના બાજુમાં આ બનાવ બન્યો હતો.
જો મુંદરા મેઈન રોડ ની જો આવી ખસતા ખરાબ હાલત હોય જેના થી મુંદરા બસ સ્ટેન્ડ પાસે બપોરે સાજે સવારે ટ્રાફિક ની સમસ્યા ઉભી થાય છે
તો જો મુંદરા બારોઈ પાલિકા દ્વારા અને રોડ વિભાગ અને ટ્રાફિક પોલીસ વિભાગ સમય સર આ બાબતે યોગ્ય કાર્યવાહી કે કામગીરી કરે તો સમસ્યાઓ હલ થાય તેમ છે પણ
વિચારો કે મુદરા બારોઈ પાલિકા નાં સાત વોર્ડ અનેક સોસાયટીઓમાં રોડ ની કેવી સ્થિતિ હશે
શું આને વિકાસ કહેશો. નાં.
વિકાસ તો સતા પક્ષ કે ચુંટાયેલા પ્રતીનીધીઓ નો કે નગરપાલિકા નાં કોન્ટ્રાક્ટરો નો
જ્યારે કોઈ પણ વ્યક્તિ વિકાસ
કેવી રીતે થયો માહિતી માં માંગે તો તેને રાજકોટ અપીલ માટે જણાવી દેવાય છે માહીતી આપવામાં નથી આવતી
તેમ મુંદરા સામાજિક કાર્યકર
સમા અબ્દુલ મજીદ દ્વારા પોતાની યાદીમાં જણાવ્યું હતું.