Gujarat News : સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ ચાલુ ફરજ દરમિયાન હૃદય રોગ નો હુમલો..
પી.એસ.આઈ સચિન શર્મા ચાલુ રેડ દરમીયાન જ હાર્ટ એટેક આવતા મૃત્યુ પામ્યા

ब्यूरो चीफ समाधान पाटील सूरत सिटी ગુજરાત
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું ભાવનગરમાં મોત થયું છે, સનેસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડવા આવ્યા હતા તે દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપડતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા પીએસઆઈને
અચાનક જ સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ સચિન શર્મા બેભાન થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભાવનગર બાતમીના આધારે દરોડા પાડવા માટે આવી હતી તે સમયે આ દુઃખદ ઘટના સામે આવી છે, Psi સચિન શર્માને છાતીમાં દુખાવો વધી જતા ખાનગી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જોકે આ બાબતે પોલીસના ઉચ્ચ અધિકારી અને અન્ય એસએમસીના અધિકારી હાલ કોઈ પણ વાત કહેવા નથી તૈયાર, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છાતીમાં દુખાવો ઉપાડતા હાર્ટ એટેક થતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.