ब्रेकिंग न्यूज़

વિષય: મુન્દ્રા સેન્ટ જેવિયર્સ શાળામાં LC માટે ફી ભરવાના દબાણ સામે ABVP દ્વારા ઉગ્ર રજુઆત

મુન્દ્રા (કચ્છ), તારીખ:13 /06/2025

મુન્દ્રા તાલુકાની સેન્ટ જેવિયર્સ અંગ્રેજી માધ્યમ શાળામાં શિક્ષણ લઇ રહેલા એક વિદ્યાર્થીના વાલીઓથી જાણવા મળ્યું હતું કે, તેઓ પોતાના બાળકની LC (Leaving Certificate) માંગતા હોવા છતાં પ્રિન્સિપાલ દ્વારા તેમની પાસે કોઇપણ પ્રકારનું યોગ્ય કારણ આપ્યા વગર છેલ્લા ત્રણ મહિનાની ફી ભરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હતા. જ્યારે વાલીઓ દ્વારા શાળામાં સબંધિત જવાબદારોને મળવા જવામાં આવ્યું ત્યારે અણફાવો વ્યવહાર કરવામાં આવ્યો અને ફી ભરો તો જ LC મળશે, એવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું.જોરે વિધ્યાર્થી એક પણ દિવસ શાળા ન જાય તો ફી શેની ? એનો જવાબ શાળા ના પ્રિન્સિપાલ પાસે હતો નહી. તો સતત ૩-૪ દિવસ થી વાલી અને વિધ્યાર્થીની ને કારણ વગર ફી ભરવા કહેવામા આવેલ. જ્યારે સમગ્ર ધટના વિધ્યાર્થી પરિષદ ને ધ્યાન મા આવતી પ્રિનસીપાલ સાથે વાતચીત કરી આવેદવ પત્ર આપી ઉગ્ર રજુઆત કરવામા આવી.આ રજુઆત મા વિજયસિંહ સોઢા, ઘ્રુવ પટેલ , હેમાની પટેલ , યોગેશ ઠક્કર વગેરે વિધ્યાર્થી આગેવાન જોડાયા હતા.

વધુ મા ગુજરાત પ્રદેશ સહમંત્રી શિવરાજસિહ જાડેજા સ્પષ્ટપણે જણાવે છે કે, શિક્ષણ ક્ષેત્રે શોષણ અને દબાણનો એકપણ કિસ્સો કચ્છ જ નહી સમગ્ર ભારતમા સહન કરવામાં નહીં આવે.ABVP હર હંમેશ વિદ્યાર્થીઓ ના હિત માટે અવાજ ઉઠાવતુ રહેશે.

 

Kutch Gujarat News @ Reporter Sodha Anopsinh Devisinh

Indian Crime News

Related Articles

Check Also
Close
Back to top button