ब्रेकिंग न्यूज़

Gujarat News જામનગર પોલીસ વિભાગની ‘શી’ ટીમ દ્વારા નારી સુરક્ષા તેમજ વ્યસન મુક્તિના સંદર્ભે નવરાત્રી મહોત્સવ દરમિયાન અસરકારક કાર્યવાહી

ગરબે ઘુમતી બાળાઓની વચ્ચે પોલીસ તેમજ ખાનગી પહેરવેશમાં દાંડિયા રાસમાં જોડાઈને નારી સુરક્ષા અને વ્યસન મુક્તિના સંદેશા આપ્યા

બ્યુરો ચીફ પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર

જામનગર તા ૧૦, જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પ્રાચીન- અર્વાચીન દાંડિયારાસ મહોત્સવ ચાલી રહ્યા છે, ત્યારે તમામ ગરબાના કાર્યક્રમોમાં ગરબે ઘુમતી બાળાઓ-કન્યાઓ નિર્ભય રીતે જોડાઈ શકે, એટલુંજ માત્ર નહીં, તમામની સુરક્ષા કાજે જામનગર ના પોલીસ તંત્ર દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ના સીધા માર્ગદર્શન હેઠળ શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે એન ઝાલા તથા ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર. બી. દેવધા ની દેખરેખ હેઠળ પોલીસ વિભાગની વિશેષ ‘શી’ ટીમ બનાવવામાં આવી છે જેનું નેતૃત્વ જામનગરના પ્રોબેશનલ ડિવાએસપી નયના ગોરડીયા જાતે જ કરી રહ્યા છે. તેઓની સાથે જામનગર ના એલસીબીના પી.આઇ. વી. એમ. લગારીયા, એસ.ઓ.જી. ના પી.આઈ. બી. એન. ચૌધરી ઉપરાંત સાઇબર ક્રાઈમ અને ૧૮૧ મહિલા અભિયમ ની ટીમ પણ જોડાઇ છે, અને નારી સુરક્ષા અંગે તમામ ચાંપતા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.
પોલીસની વિશેષ ‘શી’ ટીમ કે જે ખાનગી અથવા તો ગરબા રમવા માટેના પરંપરા મુજબના પોષાક માં સજ્જ થઈને પોલીસ ટુકડી શહેર તેમજ આસપાસના વિસ્તારના રાસ મહોત્સવમાં જોડાયા છે, અને નારી સુરક્ષા ની મુહિમ સાથે દાંડિયા રાસ મહોત્સવમાં હિસ્સેદાર બન્યા છે. એટલુંજ માત્ર નહીં, તેઓ દ્વારા નારી સુરક્ષા બાબતેના વિવિધ સંદેશાઓ આપવામાં આવી રહ્યા છે. વ્યસન મુક્તિ ની ઝુંબેશ પણ વિશેષ રૂપે ચલાવવામાં આવી રહી છે, અને તે અંગેના પોલીસ પરિવાર દ્વારા તૈયાર કરેલા ખાસ ઓડિયો અને વિડિયો સંદેશા પણ ડાંડિયારાસ મહોત્સવ ની વચ્ચે એલઈડી સ્ક્રીન મારફતે દર્શાવવામાં આવી રહ્યા છે.
જામનગરના એમપી શાહ કોમર્સ કોલેજના મેદાનમાં ચાલી રહેલા સહિયર નવરાત્રી મહોત્સવમાં પોલીસી ભાગની ‘શી’ ટીમ જોડાઈ હતી, અને ડાંડિયારાસ ના ગરબા ના તાલે રાસ રમી રહેલી બાળાઓ અને કન્યાઓ સાથે પોલીસ ટીમે પણ રાસ લીધા હતા, એટલું જ માત્ર નહીં પોતાના હાથમાં વ્યસન મુક્તિ અને નારી સુરક્ષા સંદર્ભે ના બેનર પોસ્ટર વગેરે દર્શાવીને વિવિધ સંદેશાઓ વહેતા કરવા માટેનો પ્રયાસ કર્યો હતો.
જયારે પ્રોબેશનલ અધિકારી નયના ગોરડીયાએ ગરબા રમવા આવતી બાળાઓ- કન્યાઓએ પોતાની જાતેજ સુરક્ષા કઈ રીતે કરવી, તે અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

Indian Crime News

Related Articles

Back to top button