Gujarat News નવસારીની એ બી સ્કૂલમાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ
ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાષામાં યોજાયેલ આ સ્પર્ધામાં ભાવનાત્મક વિષયો પર વિદ્યાર્થીઓની રજુઆત

રિપોર્ટર ચિરાગ પી. ભટ્ટ, નવસારી, ગુજરાત
નવસારીની એ બી સ્કૂલમાં સમાજ અને વ્યક્તિત્વનું ઘડતર કરે એવા વિષયો પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના જુદા જુદા ભાવુક કરે એવા વિષયો પાર વિદ્યાર્થીઓની રજૂઆતો થઈ હતી.
ધોરણ 9 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે શાળાના જ શિક્ષકો દ્વારા જુદા જુદા વિષયો અપાયા હતા જેમાં 3 ભાષાઓનો સમાવેશ કરાયો હતો. ગુજરાતી ભાષામાં ખાસ કરીને “વડીલો અને સંતાનો વચ્ચે વધી રહેલ જનરેશન ગેપ” અને “બાળકનું ખુલ્લું આકાશ પિતા” પર હિન્દી ભાષામાં ખાસ કરીને “સ્વાભિમાન અને ગર્વની ભાષા હિન્દી” પર અને અંગ્રેજી ભાષામાં ખાસ કરીને “એક્શન સ્પીક લાઉડર ધેન વર્ડ્સ” વિષયો પર વિદ્યાર્થીઓએ બધાને ભાવુક કરી દીધા હતા.
આ સ્પર્ધામાં નિષ્પક્ષ નિર્ણાયકો તરીકે નવસારીની ખ્યાયનામ બી. પી. બારીઆ સાયન્સ કોલેજના હોનહાર અને પ્રતિભાશાળી પ્રાધ્યાપકો ડો. સ્વાતી નાયક અને એકતા દેસાઈને આમંત્રણ આપવામાં આવ્યું હતું. નિષ્પક્ષતા પૂર્વક બંને નિર્ણાયકોએ ગુજરાતી ભાષામાં પ્રથમ ક્રમે ધો. 9 નો લાડ કુશ, દ્વિતીય ક્રમે ધો. 9 નો નાયક હાર્દ અને તૃતીય ક્રમે ધો. 9 ની ચૌહાણ રાજવી રહ્યા હતા. હિન્દી ભાષામાં પ્રથમ ક્રમે ધો. 9 ની બોડા આર્યા આજે દ્વિતીય ક્રમે ધો. 10 ની ટંડેલ જીયા રહ્યા હતા. તેમજ અંગ્રેજી ભાષામાં પ્રથમ ક્રમે ધો. 9 નો પટેલ નીલ અને દ્વિતીય ક્રમે ધો. ના જ પટેલ આસ્થા અને માહલા કૃતિ રહ્યા હતા. શાળા પરિવાર તરફથી આ તમામ વિજેતાઓને સ્મૃતિભેંટ અને સર્ટીફીકેટ એનાયત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ સરાહનીય રીતે કરાયું હતું.



Subscribe to my channel