IC News and Media House Private Limited


ब्रेकिंग न्यूज़

Gujarat News : પ્રાચી તીર્થ ખાતે શીતળા સાતમની ભવ્ય ઉજવણી શીતળા માતાજીના દર્શન માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા,

रिपोर्टर परमार कनकसिंह प्राची गुजरात

શ્રાવણ માસને તહેવારો અને ધાર્મિક આસ્થાનો મહિનો માનવામાં આવે છે ત્યારે આજે શીતળા સાતમના પાવન પર્વ નિમિત્તે પ્રાચી તીર્થ ખાતે આવેલા શીતળા માતાજીના પૌરાણિક મંદિર ખાતે ભક્તિભાવ અને શ્રદ્ધાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શીતળા સાતમ નિમિત્તે પ્રાચી તીર્થ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના નાના બાળકો સાથે માતાજીના દર્શન અને પૂજન માટે મંદિર ખાતે પહોંચ્યા હતા.
શીતળા સાતમના દિવસે માતાઓ પોતાના પરિવાર તેમજ ખાસ કરીને બાળકોના સુખાકારી અને આરોગ્ય માટે શીતળા માતાજીની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરે છે. લોકમાન્યતા મુજબ શીતળા માતાજીની આરાધના કરવાથી બાળકોને વિવિધ પ્રકારની બીમારીઓથી રક્ષણ મળે છે અને બાળકોના આરોગ્ય માટે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને બાળકોને બોલવામાં કે ચાલવામાં કોઈ તકલીફ હોય ત્યારે માતાજીની માનતા રાખી દર્શન-પૂજન કરવામાં આવે છે અને તકલીફ દૂર થાય તેવી શ્રદ્ધા સાથે માતાઓ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરે છે.


શીતળા સાતમના પવિત્ર દિવસે મહિલાઓ દ્વારા શીતળા માતાજીને શ્રીફળ, કુલેર સહિતની પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે માતાજીના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો આવાગમન શરૂ થતાં મંદિર ખાતે ધાર્મિક માહોલ સર્જાયો હતો.
આ ઉપરાંત મંદિરના પટાંગણમાં મહિલાઓ એકત્ર થઈ શીતળા માતાજીની વાર્તાનું શ્રવણ પણ કરતી જોવા મળી હતી.રીપોર્ટર.કનકસિહ.પરમાર.ગીર.સોમનાથ.પ્રાચી.ગુજરાત

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button