IC News and Media House Private Limited


ब्रेकिंग न्यूज़

​Gujarat News : રાધનપુર ચોકડી પર ભારે ટ્રાફિકજામ: એમ્બ્યુલન્સ અટવાતા દર્દીનો જીવ જોખમમાં, કાયમી ઉકેલ લાવવા લોકોની માંગ..

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात 

રાધનપુર: પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આજે ફરી એકવાર વિસંગત ટ્રાફિક વ્યવસ્થાના કારણે ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. રાધનપુર ચોકડીથી લઈને ગાયત્રી મંદિર સુધીના મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં વાહનચાલકો અને રાહદારીઓએ કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી. ​આ ટ્રાફિકજામની સૌથી ગંભીર અસર એમરજન્સી સેવાઓ પર જોવા મળી હતી. એક અત્યંત ગંભીર દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ વાહનોની લાંબી લાઈનો વચ્ચે કલાકો સુધી અટવાઈ પડી હતી, જેના કારણે દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. ​સ્થાનિક રહીશો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ રાધનપુર શહેરમાં ટ્રાફિકની આ સમસ્યા રોજિંદી બની ગઈ છે.આ અંગે તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવે અને ટ્રાફિક પોલીસની અસરકારક કામગીરી દ્વારા માર્ગ પરથી ટ્રાફિકનું ભારણ હળવું કરી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી જાહેર જનતામાંથી ભારે માંગ ઉઠી રહી છે.

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button