મહેસાણા સ્ટેશન પર પે-એન્ડ-યૂઝ કોન્ટ્રાક્ટર દ્વારા વધારે ફી વસુલવા પર થયો ₹5,000/- નો દંડ
મહેસાણા સ્ટેશન પર પે-એન્ડ-યૂઝ કોન્ટ્રાક્ટર દ્વારા વધારે ફી વસુલવા પર થયો ₹5,000/- નો દંડ*
પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ યાત્રી સુવિધાઓ, સ્વચ્છતા અને નિષ્પક્ષતાને લઈને હંમેશા તત્પર અને પ્રતિબદ્ધ છે. યાત્રીઓ દ્વારા આપવામાં આવેલ કોઈપણ ફરિયાદનું નિવારણ અત્યંત ઝડપી ગતિથી કરવામાં આવે છે. આ જ ક્રમમાં તારીખ 17.08.2026 ના રોજ ‘રેલ મદદ’ (Rail Madad) પોર્ટલ પર એક યાત્રી દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી કે મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 આવેલ પે-એન્ડ-યૂઝ (Pay & Use) ટોઈલેટમાં યૂરીન (મૂત્રાલય) ના નિશ્ચિત દર ₹1 ને બદલે ₹5 વસૂલવામાં આવી રહ્યા છે.
ફરિયાદને ગંભીરતાથી લેતાં, મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી વેદ પ્રકાશ એ સમીક્ષા બેઠકમાં કડક વલણ અપનાવતાં સંબંધિત કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ આજે જ ₹5,000/- (રૂપિયા પાંચ હજાર ફક્ત) નો આર્થિક દંડ લગાવવાના કડક નિર્દેશ આપ્યા. ડીઆરએમના નિર્દેશ મુજબ કોન્ટ્રાક્ટર પર તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી અમલમાં લાવવામાં આવી.
રેલવે પ્રશાસને કોન્ટ્રાક્ટર M/s Aryan Samajik Seva Sansthan, New Delhi (કોન્ટ્રાક્ટ સમયગાળો: 08/01/2026 થી 07/01/2029) ને કડક ચેતવણી આપી છે કે ભવિષ્યમાં યાત્રીઓથી વધારે ફી વસુલવા અથવા કોઈપણ પ્રકારની અનિમિયતતા માલુમ પડવા પર કોન્ટ્રાક્ટ રદ કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે.
રેલવે દ્વારા સ્વીકૃત અધિકૃત દરો (Approved Rates):
• યૂરીન (Urine): ₹1/-
• ટૉઈલેટ (Toilet): ₹5/-
• બાથ/સ્નાન (Bath): ₹10/-
• ટૉયલેટ અને બાથ બંને (Toilet & Bath): ₹10/-
મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશ એ તમામ યાત્રીઓને અપીલ કરી છે કે તેઓ રેલવે સંકુલોમાં ફક્ત નિશ્ચિત દરોની જ ચુકવણી કરે. જો કોઈપણ લાયસન્સધારક નિશ્ચિત દરથી વધારે પૈસા માંગે છે, તો યાત્રી નિર્ભય થઈને ‘રેલ મદદ’ એપ, ટૉલ-ફ્રી નંબર 139 અથવા નજીકના સ્ટેશન માસ્ટર પાસે પોતાની ફરિયાદ નોંધાવે. રેલવે પ્રશાસન યાત્રીઓની સુખદ અને પારદર્શી યાત્રા માટે હંમેશા તત્પર છે.

Subscribe to my channel