Gujarat News : હારીજમાં કોંગ્રેસનું પ્રતિક ધરણું, પીવાનું પાણી, રસ્તા અને સફાઈના પ્રશ્નો ઉકેલવાની માંગ
ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात
હારીજ, પાટણ. હારીજ શહેરમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે પ્રતિક ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હારીજ શહેરના વિવિધ વોર્ડમાં પીવાનું મીઠું પાણી, રસ્તા-રોડની સમસ્યા અને ઠેર-ઠેર ફેલાયેલી ગંદકી સહિતના સ્થાનિક પ્રશ્નો અંગે નગરપાલિકા તંત્રનું ધ્યાન દોર્યું હતું. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ, આ સમસ્યાઓ અંગે હારીજ નગરપાલિકાના કોંગ્રેસી કોર્પોરેટરો તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં સમસ્યાઓનો કાયમી ઉકેલ આવ્યો નથી.
ધરણા કાર્યક્રમમાં ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, હારીજ શહેર પ્રમુખ નીતિનભાઈ ઠક્કર, પ્રવીણજી ઠાકોર, ડૉ. ભગવાનભાઈ પટેલ, અમિત મહેતા, બકાભાઈ સહિત હારીજ શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ધરણા કાર્યક્રમ બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા હારીજ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી સ્થાનિક સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણની માંગ કરવામાં આવી હતી.
Subscribe to my channel