IC News and Media House Private Limited


ब्रेकिंग न्यूज़

Gujarat News : હારીજ નગર વિકાસ કમિટી ના પ્રમુખ પુષ્પક ભાઈ ખત્રી દ્વારા દેવીપૂજક વાસની ગટર સમસ્યા મુદ્દે તાલુકા સ્વાગતમાં ભૂખ હડતાળની ચીમકી – ડેન્ગ્યુ ફેલાવાનો ભય

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात

હારીજ નગરના કોટ વિસ્તારની પાછળ આવેલ દેવીપૂજક વાસ માં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા છે. આ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી પીવાના પાણી સાથે મિક્સ થઈને આવી રહ્યું છે. આ કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ જેવી ગંભીર બીમારીઓ ફેલાવાની સંભાવના ખૂબ વધી ગઈ છે. બાળકો અને વૃદ્ધોનું જીવન જોખમમાં છે.

આ સમસ્યાને લઈને હારીજ નગર વિકાસ કમિટી ના પ્રમુખ શ્રી પુષ્પકભાઈ ખત્રી, શ્રી બકાભાઈ ઠક્કર અને શ્રી ધીરજભાઈ રાવલ એ સ્થળની મુલાકાત લઈને સમસ્યાનો તાગ મેળવ્યો હતો. વહીવટી તંત્રની બેદરકારીના કારણે જો કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. તેથી કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, તા. 25/08/2026 ના રોજ યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો હારીજ નગર વિકાસ કમિટી કલેકટર સાહેબ સમક્ષ ભૂખ હડતાળ પર ઉતરશે.

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button