Gujarat News : પાટણ જિલ્લા ભાજપ દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ પૂરક વર્ગ- 2026 સમી ખાતે સુંદર સમાપન
તારીખ 8 અને 9 ઓગસ્ટ 2026 ના રોજ સમી ખાતે શ્રી ક્ષેત્રપાળ દાદા ની પવિત્ર જગ્યામાં ભાજપ જિલ્લા અધ્યક્ષ માન્ય શ્રી રમેશભાઈ સિંધવ ના અધ્યક્ષ સ્થાને પૂરક પ્રશિક્ષણ વર્ગ યોજાયો
ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात
આ વર્ગનો મુખ્ય હેતુ એ છે કે તેના કાર્યકર્તાઓનું ભાજપની વિચારધારા સાથે ઘડતર થાય સાથે સાથે કાર્યકર્તા ના માધ્યમ થકી સરકારશ્રીની વિવિધ યોજનાઓ ની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તેવા શુભ આશય સાથે આવા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ જેનો આજે સમાપન દિવસ હતો જિલ્લાના માર્ગદર્શન અને સંકલન સાથે જિલ્લા ટીમ તેમજ સમી મંડલ ટીમ દ્વારા તેનું સુંદર આયોજન કરવામાં આવેલ જિલ્લામાંથી પધારેલ વક્તાશ્રીઓએ પાર્ટીની વિચારધારા ના વિવિધ વિષયો દ્વારા પ્રશિક્ષણ આપી કાર્યકર્તાઓ સાથે પાર્ટીના પરસ્પરના આત્મીય ભાવને વધુ મજબૂત બનાવેલ
જિલ્લા અને મંડલ ના સંયોજક શ્રી ઓ દ્વારા આ વર્ગને સફળ બનાવવા માટે જેમણે પ્રત્યક્ષ યા પરોક્ષ સહયોગ આપેલ તે તમામનો દિલથી જિલ્લા વતી આભાર વ્યક્ત કરેલ જિલ્લામાંથી પધારેલ પ્રશિક્ષણાર્થી ઓએ આવા વર્ગના સુંદર આયોજન બદલ ખૂબ આનંદ સાથે પોતાના પ્રતિભાવો વ્યક્ત કરેલ બે દિવસ કાર્યકર્તાઓ સાથે રહી પરસ્પરની આત્મીયતા કેળવી પ્રશિક્ષિત બની આનંદ સાથે પોતાના વિસ્તાર ભણી વિદાય થયેલ


Subscribe to my channel