Gujarat news : ખાનગી ટેક કંપની સાથે રૂ. 1.56 કરોડથી વધુની ઉચાપત કરનાર માસ્ટરમાઈન્ડ આરોપી સુરતથી ઝડપાયો
અમદાવાદ એલિસબ્રિજ પોલીસ અને એલ.સી.બી. ઝોન-7ની સંયુક્ત કામગીરીને મોટી સફળતા
रिपोर्टर प्रजापति विनोद अहमदाबाद, गुजरात
અમદાવાદ: એક ખાનગી ટેક કંપનીના એડમિન રાઈટ્સનો દુરુપયોગ કરી કંપની સાથે રૂ. 1,56,65,211/-ની ઉચાપત કરનાર અને ત્યારબાદ નાસતો ફરતો મુખ્ય આરોપી સુરત ખાતેથી ઝડપાયો છે. મળતી માહિતી મુજબ, આરોપીએ કંપનીના એડમિન રાઈટ્સનો ખોટી રીતે ઉપયોગ કરી નાણાકીય ગેરરીતિ આચરી હતી. સમગ્ર મામલે અમદાવાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે સુરત ખાતે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર કામગીરી અમદાવાદ એલિસબ્રિજ પોલીસ અને એલ.સી.બી. ઝોન-7 વચ્ચેના સચોટ સંકલનનું પરિણામ છે. આ સફળ ઓપરેશનમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે. એમ. ભુવા, પી.એસ.આઈ. પી. બી. ચૌધરી તેમજ પોલીસ કર્મચારીઓની ટીમ અને એલ.સી.બી. ઝોન-7ના પી.એસ.આઈ. એચ.ડી. વાઘેલા સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
કાર્યવાહી કરનાર પોલીસ ટીમ:
એલિસબ્રિજ પોલીસ સ્ટેશન:
પી.આઈ. કે. એમ. ભુવા, પી.એસ.આઈ. પી. બી. ચૌધરી, એ.એસ.આઈ. અમૃતભાઈ, મગનભાઈ, એચ.સી. વિરેન્દ્રસિંહ, દિલીપસિંહ, સરદારસિંહ, ભરતસિંહ, પી.સી. નિર્મળસિંહ, સુંદરભાઈ, યાકીન વરમાભાઈ, હિતેશભાઈ અને નરસુંગભાઈ.
એલ.સી.બી. ઝોન-7: પી.એસ.આઈ. એચ.ડી. વાઘેલા, એચ.સી. અજીતસિંહ, પ્રભાતસિંહ, રાકેશભાઈ અને ગોવિંદસિંહ. પોલીસની આ કામગીરી ગુનાખોરી સામે ત્વરિત કાર્યવાહી અને વિભાગો વચ્ચેના ઉત્તમ સંકલનનું ઉદાહરણ બની છે.

Subscribe to my channel