ब्रेकिंग न्यूज़

Gujarat News : સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી.

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात

હારીજના જલારામ પાર્ક–3 તથા ત્રણ દરવાજા વિસ્તારમાં લાંબા સમયથી વરસાદી પાણી ભરાયેલા રહેવા, કિચડ અને અસહ્ય ગંદકીના કારણે મચ્છરજન્ય રોગો ફેલાવાનો ગંભીર ભય ઉભો થયો છે. સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. રાજ્યમાં હાલમાં ચાંદીપુરા વાયરસ સહિતના જીવલેણ રોગોના કેસોને લઈને લોકોમાં ભારે ચિંતા છે. આવી સ્થિતિમાં જો આ વિસ્તારમાં ગંદકી અને મચ્છરોના કારણે કોઈ નિર્દોષ બાળક કે નાગરિકના આરોગ્યને નુકસાન પહોંચે અથવા કોઈ જાનહાનિ થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી હારીજ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓની રહેશે.

ખેદની વાત એ છે કે આ વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા નગરપાલિકાના પ્રમુખશ્રી પણ લોકોની સમસ્યાઓ પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન દેખાઈ રહ્યા છે. અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો જનતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ઈચ્છા કે ક્ષમતા ન હોય, તો માત્ર ખુરશી પર બેસી રહેવાને બદલે તેઓએ પોતાના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. અમે નગરપાલિકા તંત્રને અંતિમ ચેતવણી આપીએ છીએ કે તાત્કાલિક સફાઈ, વરસાદી પાણીના નિકાલ, દવા છંટકાવ અને જરૂરી આરોગ્યલક્ષી પગલાં ભરવામાં આવે. જો અમારી આ રજૂઆતને પણ અવગણવામાં આવશે, તો વિસ્તારના રહેવાસીઓ કલેક્ટરશ્રી સમક્ષ શાંતિપૂર્ણ ધરણા-પ્રદર્શન અને ઉગ્ર લોકશાહી આંદોલન કરવા માટે મજબૂર બનશે, જેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે.

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button