Gujarat News : હારીજ શહેરમાં વરસાદે વિરામ છતાં પણ સોમનાથ નગર 1 અને 2 ના જવાનો જાહેરમાર્ગ કાદવ કિચડ થી રહીશો પરેશાન

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात
શહેરના સોમનાથ નગર 1 અને 2 વણઝારા વસાહત. તેમજ સિદ્ધેશ્વરી સોસાયટી આશરે 600 રહેણાંક ધરાવતા પરિવારો માટે અવર-જવર તેમજ દ્વિ ચકી તેમજ ફોરવીલરવાહનો માટેનો જાહેર માર્ગ ઉપર ભૂગર્ભ ગટરની થયેલ કામગીરી બાદ છેલ્લા ઘણા સમયથી માટીપુરાણનુ વ્યવસ્થિત પુરાણ કરવામાં આવેલ ના હોય ઠેર ઠેર ખાડાઓ વિસ્તારના રહેશો પરેશાન હતા ત્યારે સતત પાંચ દિવસ રહેલ વરસાદીને માહોલ થી આ માર્ગ કાદવ કિચડ થી પથરાઈ ગયો જેના કારણે આ સોસાયટીઓના વિસ્તારના રહેશો માટે હાલ આ માર્ગ ઉપર નીકળવું મુશ્કેલ બનાવવા પામ્યું છે

આ માર્ગ ફોરવીલર વાહનો કાદવમાં ફસાઈ જવા પામે છે તેમજ ટુ વ્હીલર વાહનો સ્લીપ થઇ પછડાવાનાબનાવ બનવા પામ્યા છે બે દિવસથી વરસાદે વિરમ લીધો છતાં શહેર નગરપાલિકા દ્વારા આ વિસ્તારની કોઈ મુલાકાત લેવામાં આવી નથી કે આ કાદવ કીચડ હટાવવાની કામગીરી કરવામાં આવતી નથી પાલિકાની અણઘડ વહીવટને કારણે રહીશો પરેશાની નો ભોગ બની રહ્યા છે



Subscribe to my channel