ब्रेकिंग न्यूज़

Gujarat News : થરા ખાતે ધી થરા વિભાગ નાગરીક શરાફી સહકારી મંડળી લિ.ની ૨૮ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ..

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ધી થરા વિભાગ નાગરીક શરાફી સહકારી મંડળી લિ.,થરા ની ૨૮ મી વાર્ષિક સાધારણ સભા શ્રી જલારામ મંદિર પરિસર મા ૨૬ મી જુલાઈ ૨૦૨૬ ને રવિવારના રોજ સંસ્થાના ચેરમેન અરવિંદભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને સ્થાપક ડીરેકટર વડીલ હીરાભાઈ જોષી,મેનેજીંગ ડીરેકટર કિશોરભાઈ ઠક્કર, ડિરેક્ટર નિરંજનભાઈ ઠક્કર, પાલિકા પૂર્વપ્રમુખ વસંતજી ઘાંઘોસ,ઓગડ તાલુકા ખરીદ -વેચાણ સંઘના નવનિયુકત ડીરેકટર ઉમેશભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમા યોજાઈ હતી.દિપ પ્રાગટય કરી મેનેજર તરૂણભાઈ ઠકકરે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.સંસ્થાના સ્થાપક આંતરિક ઓડિટર દેવાભાઈ દેસાઈ સહીત ચાલુ વર્ષે મંડળીના જે સભાસદો અવસાન પામેલ છે,તેવા દિવંગત આત્માઓની શાંતિ માટે બે મિનિટ મૌન પાળવામાં આવેલ,સંસ્થાના મેનેજર તરૂણભાઈ ઠક્કરે વાર્ષિક હિસાબનો અહેવાલ રજૂ કરેલ.

ચાલુ વર્ષે મંડળીએ રૂપિયા ૧૯,૦૯,૭૦૫/- નફો કરેલ જે સંસ્થાની પ્રગતિ બતાવે છે.ચેરમેને ચાલુ સાલે સભાસદોને ૧૫% ડીવીડન્ડ આપવાની જાહેરાત કરેલ, સંસ્થા પર વિશ્વાસ મુકવા બદલ સભાસદોનો આભાર માન્યો હતો.સંસ્થાના ડીરેકટર એવમ ઓગડ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ નિરંજનભાઈ ઠક્કરે જણાવેલ કે પરમ વંદનીય પૂજ્ય સદારામ બાપા ના વરદ હસ્તે સ્થાપના થયેલ આ સંસ્થાના વિકાસ માટેપરમ પૂજ્ય મારા પિતા વંદનીય સ્વર્ગસ્થ અચરતબાપાએ ૧૧૫ સભાસદો થી શરૂઆત કરેલ.૨૫ વર્ષ સુધી મહેનત કરીને આ સંસ્થાને અગ્રીમ હરોળમાં લાવતા હાલ સભાસદો ની સંખ્યા ૨૩૩૨ છે.આપ સહુના સહકારથી મંડળી હજૂ ખૂબજ આગળ વધારીએ અને સેવાકાર્ય આગળ ધપાવીએ.આ પ્રસંગે વિજયભાઈ ઠક્કર,આંતરિક ઓડિટર્સ પ્રહલાદભાઈ પુજારા,દેવકરણભાઈ દેસાઈ, બબાભાઈ દેસાઈ,તાણાના પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર,લલિતભાઈ કોટક, મીડિયા કર્મી નટવરભાઈ પ્રજાપતિ તેમજ સભાસદ મિત્રો ઉપસ્થિત રહેલ.

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button