ब्रेकिंग न्यूज़

Gujarat News : નેનાવા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં વિકાસના અનેક મહત્વના ઠરાવો સર્વાનુમતે મંજૂર

રસ્તા, ગટર, સીસી રોડ, તળાવના નવીનીકરણ સહિત ગામના સર્વાંગી વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવાયા

ब्यूरो चीफ जसवन्तभाई धानेरा गुजरात

નેનાવા, તા. 22 જુલાઈ, 2026 (બુધવાર): નેનાવા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું સફળ આયોજન કરવામાં આવ્યું. ગ્રામસભામાં સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, નેનાવા ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં ગામના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા. જેમાં નેનાવાથી બેવટા ડામોર રોડ મંજૂર કરવા, નેનાવાથી વિરોલ સુધી નવો ડામર રોડ મંજૂર કરવા, ગામમાં જરૂરિયાત મુજબ ગટર લાઈન નાખવા, નેનાવા જૈનવાસથી સેંધોઈ માતાજીના મંદિર સુધી સીસી રોડ બનાવવા તેમજ નવીન પ્લોટ વિસ્તારમાં ડેલિગેટ શ્રી ગણેશભાઈની માંગણી અનુસાર નવો સીસી રોડ બનાવવા અંગેના ઠરાવો સામેલ હતા.

આ ઉપરાંત બ્રાહ્મણવાસ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી રસ્તા અને ગટરલાઈનની સમસ્યાને ધ્યાને લઈ નવો રોડ અને નવી ગટરલાઈન બનાવવા, ગરીબદાસ બાપજીના મંદિર ખાતે કવચ (શેડ) બનાવવા, માદળું તળાવનું નવીનીકરણ કરવા તેમજ સર્વ સમાજ માટે રક્ષણ દિવાલ અને વૃક્ષારોપણ કરવા અંગે પણ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા. સભાના અંતે ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેમના યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવી. ગામના સર્વાંગી વિકાસ માટે સૌએ એકજૂથ થઈ સહકાર આપવા અપીલ કરવામાં આવી. ગ્રામજનોએ નેનાવા ગ્રુપ ગ્રામ પંચાયતની વિકાસલક્ષી કામગીરીને બિરદાવી અને ગામના વિકાસ માટે સરપંચશ્રીના પ્રયાસોની પ્રશંસા કરી.

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button