કોડિનાર. ભારે વરસાદ માં ડોળાસા માં મકામ પડયુ
સ્થાનિક આગેવાનો તત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા
અતિભારે વરસાદમાં ડોળાસા ગામે ગરીબ પરિવારનું મકાન ધરાશાયી, તાત્કાલિક સહાયની માંગ
કોડીનાર, તા. ૮ જુલાઈ: કોડીનાર તાલુકાના ડોળાસા ગામના વણકરવાસ વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે મંગળભાઈ ડાયાભાઈ રાઠોડનું રહેણાંક મકાન અચાનક ધરાશાયી થયું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પરિવારને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.

ઘટનાની જાણ થતાં તાલુકા પંચાયત સભ્ય અજાઈબેન વરસીંગભાઈ મોરીના પુત્ર તથા સામાજિક અગ્રણી અજીતભાઈ મોરી અને પૂર્વ ગ્રામ પંચાયત સભ્ય માનસિંગભાઈ જેસીંગભાઈ મોરી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

અજીતભાઈ મોરીએ તાત્કાલિક તલાટી-કમ-મંત્રીને ટેલિફોન દ્વારા ઘટનાની જાણ કરી હતી તેમજ અસરગ્રસ્ત પરિવારને થયેલા નુકસાનનું નિયમ મુજબ પંચનામું કરી સરકારના નિયમો અનુસાર તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે અને નવા મકાનના નિર્માણ માટે મકાન સહાય મંજૂર કરવામાં આવે તેવી વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.




Subscribe to my channel